સંઘના લોકો પર હુમલો થાય તો તેને પણ બચાવીશ કેમ કે આ પ્રેમ અને ભાઇચારાનો દેશ છે : રાહુલ


જ્યારે આખું જગત ઉંઘતું હોય છે ત્યારે મોદી જાગે છે અને બાદમાં અનિલ અંબાણીને કરોડો રૃપિયા મોકલે છે તેવો આરોપ 

નવી દિલ્હી, તા. 11 મે, 2019, શનિવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટોણો માર્યો હતો અને જણાવ્યું હતું કે ૨૩મી મેએ પરીણામ જાહેર થશે ત્યારે મોદીનો ફૂગ્ગો ફૂટી જશે. રાહુલે સાથે મોદીને ચેલેંજ પણ કરી હતી,

તેમણે જણાવ્યું હતું કે મોદીને હું ખુલ્લી ચેલેંજ આપુ છું તેઓ મારી સાથે દેશની સમસ્યાઓ અને અન્ય કોઇ પણ મુદ્દે ચર્ચા કરી બતાવે, તેઓ ૧૫ મિનિટ પણ મારી સામે નહીં ટકી શકે તેની હુ આ દેશના યુવાઓને ખાતરી આપુ છું. સાથે રાહુલે ટોણો માર્યો હતો અને કહ્યું હતું કે જ્યારે વિશ્વ ઉંઘતુ હોય છે ત્યારે મોદી જાગતા હોય છે અને અનિલ અંબાણીને કરોડો રૃપિયા મોકલે છે. 

રાહુલે ટોણો મારતા કહ્યું હતું કે મોદીજી બહુ જ કામ કરે છે તેવા દાવા કરે છે પણ મારો તેમને એક જ સવાલ છે કે તેઓ જો આટલુ બધુ કામ કરતા હોય તો રફાલ સોદામાં જે ગેરરીતી સામે આવી છે તે અંગે મે જે ચાર સવાલ પૂછ્યા હતા તેનો જવાબ આપી દો.

રાહુલ ગાંધીએ સાથે દાવો કર્યો હતો કે મોદીને મારી સાથે વ્યક્તિગત દ્વેશ છે તેથી તેઓ મારા પર જુઠા આરોપો લગાવી રહ્યા છે. હું મોદીને જાહેર સ્થળોએ કેટલીક વખત કોઇ કાર્યક્રમમાં પણ મળુ છું જે સમયે મોદીનું વર્તન સારુ નથી હોતુ. 

રાહુલ ગાંધીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની ડીગ્રી અંગેના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે મારી પાસે એમ.ફીલની ડીગ્રી છે. અને જ્યારે ઇચ્છો ત્યારે હું તેને જાહર કરી શકુ છું કે દેખાડી શકુ છું.

મોદીની ડીગ્રી પર સવાલો ઉઠી રહ્યા છે તે સ્થિતિ વચ્ચે રાહુલે પોતાની ડીગ્રી અંગે ખુલાસો કર્યો હતો. રાહુલે સાથે એમ પણ જણાવ્યું હતું કે જો આરએસએસના લોકો પર હુમલો થાય તેને પણ બચાવું કે મદદ કરુ કેમ કે આ પ્રેમ અને ભાઇચારાનો દેશ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VhpauO
via Latest Gujarati News

Post a Comment

0 Comments