
નવીદિલ્હી, તા. 11 મે, 2019, શનિવાર
કોંગ્રેસ અને આપના ચૂંટણી- જોડાણ માટેની વાટાઘાટો નિષ્ફળ જતાં આવતી કાલે રવિવારે દેશમાં યોજાનારી છઠ્ઠા તબક્કાની ચૂંટણી વેળા પાટનગર દિલ્હીની રાજકીય ધરતી પર અહીની સાત બેઠકો માટે ત્રિપાંખિયો જંગ ખેલાશે. ૨૦૧૪ ની ચૂંટણીમાં તમામ સાતે ય બેઠકો પર ભાજપની જીત થઇ હતી.
દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક મુલાકાતમાં જણાવ્યું કે દિલ્હીમાં ત્રણ બેઠકો પર ચૂંટણી લડવા માગતી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાણ ના થયું એ સારૃં થયું.. કોંગ્રેસ, જોડાણને દિલ્હી પૂરતું મર્યાદિત રાખવા ઇચ્છતી હતી, જ્યારે આપ હરિયાણા, પંજાબ અને ચંડીગઢમાં પણ જોડાણ ઇચ્છતો હતો.
કોંગ્રેસ દિલ્હીમાં એક પણ બેઠક જીતશે નહિ, એવો દાવો કેજરીવાલે કર્યો છે.
કોંગ્રેસ સાથેના જોડાણના વિકલ્પે બીજી શક્યતા એ હતી કે સાતે ય બેઠકો પર ઝૂકાવવું અને જીત માટે કોશિશ કરવી. મને લાગે છે કે આ વિકલ્પ બહેતર રહ્યો, એમ કેજરીવાલે કહ્યું.
દિલ્હીમાં ત્રણ બેઠકો કોંગ્રેસને આપવાની સ્થિતિ, ત્રણ બેઠકો ભાજપને આપવા જેવી થાત, જેથી દ્રશ્ય એવું સર્જાત કે જોડાણ આપ અને ભાજપ વચ્ચે થયુ છે, આપ અને કોંગ્રેસ વચ્ચે નહિં, એમ કેજરીવાલે કહ્યું.
આ ચૂંટણી - પરિણામની કોઇ અસર નવ માસ પછી યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પર પડશે નહિ, એમ એમણે ઉમેર્યું.
વડાપ્રધાન પાસે ચૂંટણી પ્રચાર માટે કોઇ સિધ્ધિરૃપ મુદ્દા છે નહિ, એટલે દેશને માટે ભયજનક એવા નકલી રાષ્ટ્રવાદનો સિક્કો ભાષણોમાં ઉછાળ્યા કર છે. લોકો આ ભ્રમણાને તોડશે એવો વિશ્વાસ કેજરીવાલે વ્યક્ત કર્યો છે.
ચૂંટણી પછી કેન્દ્રમાં સરકાર રચનારા પક્ષને આપનો શરતી ટેકો મળશે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો એ આપનો મુખ્ય ચૂંટણી મુદ્દો છે. આ મુદ્દાને સ્વીકારનારા પક્ષને આપ ચૂંટણી પછી ટેકો આપશે, એમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું. અલબત્ત આ રીતનો ટેકો પણ મોદી-શાહની જોડીને આપીશું નહિ, એમ કેજરીવાલે સ્પષ્ટતા કરી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/308NItz
via Latest Gujarati News
0 Comments