
મુંબઈ, તા.12 મે, 2019, રવિવાર
મુંબઈની દાદર પોલીસ કોલોનીમાં આજે બપોરે આગ ફાટી નીકળી હતી. સિલેંડરના સ્ફોટને કારણે પાંચ માળની ઈમારતના ત્રીજા માળે લાગેલી આગ ત્રણ ઘરમાં ફેલાઈ હતી. આ દુર્ઘટનામાં એક કિશોરીનું મૃત્યુ થયું છે. જોકે મૃત્યુના કારણ વિશે શંકા સેવાઈ રહી છે.
ઘટનાની માહિતી પ્રમાણે બપોરે ૧.૪૧ વાગ્યે આગની માહિતીનો ફોન અગ્નિશમન દળને મળ્યો હતો અને તાબડતોબ અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે રવાના થયા હતા.
૧.૫૦ વાગ્યે ચાર ફાયર એન્જિન અને ત્રણ પાણીના ટેન્કર સાથે પહોંચેલા જવાનોએ રહેવાસીઓના બચાવની સાથે જ આગ બુઝાવવાની કામગીરી હાથમાં લીધી હતી. પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૃપ લીધું હતું જેમાં એક ૧૬ વર્ષની કિશોરીનું મૃત્યુ થયું હતું.
દાદર પરિસરમાં આવેલી સેતાન ચોકીની કોલોનીમાં લાગેલી આગ અગ્નિશમન દળના જવાનોએ ભારે જહેમત બાદ કાબૂ લીધી હતી. પરંતુ આ દુર્ઘટનામાં નિર્દોષ બાળાએ જીવ ગુમાવ્યો હતો. તે સિવાય તેને કારણે ત્રણ ઘરને પણ નુકસાન પહોંચ્યું છે.
શ્રાવણી અશોક ચવ્હાણ આ (૧૬) મૃત સગીરાનું નામ હોવાનું જાણવા મળ્યું છે. અગ્નિશમન દળના જવાનો તેને બચાવી શક્યા નહોતા કારણ દરવાજાની બહાર તાળુ મારેલું હતું અને પરિવારના બધા જ સભ્યો લગ્નમાં મહાલવા બહાર ગયાં હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q0WQMf
via Latest Gujarati News
0 Comments