નેપાળમાં ગેરકાયદે નેટવર્કિંગ વેપાર કરતા 12 ભારતીયોની અટક


(પીટીઆઇ) કાઠમંડુ, તા.12 મે, 2019, રવિવાર

નેપાળમાં ગેરકાયદે નેટવર્કિંગ બિઝનેસ ચલાવીને કેટલાક લોકોને છેતરવા બદલ ૧૨ ભારતીય નાગરિકોની અટક કરાઇ છે.

બદમાશો દ્વારા કાઠમંડુની હોટલમાંથી ૩૦૦ નેપાળી નાગરિકો માટે ગેરકાયદે નેટવર્કિંગ બિઝનેસ ચલાવવા માટે ઓરિએન્ટેશન અને તાલીમ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું હતું. ત્યારે એમને ઝડપી લેવાયા હતા. બધા જ આરોપીઓ ઉત્તર પ્રદેશના છે.

નેપાળ રાષ્ટ્ર બેન્કે કાયદેસર ચેનલ વિના પરદેશમાં નાણા મોકલવાની વ્યવસ્થા રૃપ નેટવર્કિંગ બિઝનેસ પર પ્રતિબંધ મૂક્યો છે. શાઇન ગૃપ ઇન્ટરનેશનલ નામની નેપાળમાં વણ નોંધાયેલી કંપનીના નામે ગેરકાયદે ધંધો કરતાં આ કેસના માસ્ટર માઇન્ડ ગુન્હેગાર રશીદ ખાન (૪૩) સામે છ કેસ નોંધાઇ ચૂક્યા છે.

પોતે હીરા-ઝવેરાતનો વ્યવસાય કરતો હોવાનું જૂઠાણું ચલાવીને એ, ઉપસ્થિત નેપાળી નાગરિકોને સારા વળતરની લાલચે, એના ધંધામાં ૧૨૫૦ અમેરિકી ડોલરનું રોકાણ કરવા સમજાવતો હતો. બધા આરોપીઓને જેલભેગા કરાયા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VyA0S3
via Latest Gujarati News

Post a Comment

0 Comments