નવી દિલ્હી, તા. 15 મે 2019, બુધવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી રોડ શો કરી રહી છે. તેમની સાથે કોંગ્રેસના ઉમેદવાર અજય રાય પણ રોજ શોમાં છે. તેમનો આ રોડ શો 6 કિલોમીટર જેટલો લાંબો છે. પ્રિયંકા ગાંધીનો રોડ શો લંકાથી શરૂ થયો અને રવિદાસ ગેટ, અસ્સી, ભદૈની, સોનારપુરા થઇને ગોદૌલિયા પહોંચશે. આ રોડ શો બાદ પ્રિયંકા ગાંધી કાશી વિશ્વનાથ મંદિર અને બાબા કાળ ભૈરવ મંદિરના દર્શન-પુજન કરશે.
પ્રિયંકા ગાંધીએ પોતાની પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં એક જનસભા સંબોધતા કહ્યું કે, જ્યારે હું વારાણસી પહોંચી તો મને લાગ્યું કે અહીં ખુબ વિકાસ હશે. મેં મારા પિતાનો વિસ્તાર અમેઠી જોયું હતું. હું ત્યારે 10 વર્ષની હતી. મેં પાંચ વર્ષમાં અમેઠીમાં જે બદલાવ જોયો, તે પ્રકારનો વિકાસ આજ સુધી નથી જોયો. ત્યારે મારા પિતા દેશના વડાપ્રધાન હતા. દેશમાં પણ કોંગ્રેસની સરકાર હતી અને પ્રદેશમાં પણ. ત્યારે આજે બંન્ને જગ્યાએ તેમની જ સરકાર છે તો તે પ્રકારનો વિકાસ વારાણસીમાં કેમ થયો નહી?
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ys2fyI
via Latest Gujarati News
0 Comments