મુંબઈ, તા. 15 મે, 2019, બુધવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધ્યા મથાળે નરમ હતા. જ્યારે ચાંદીના ભાવ ઉંચા બોલાતા હતા. કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો ઉપરાંત બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ ગબડયા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓ બેતરફી વધઘટ વચ્ચે રમતી રહી હતી.
મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ રૂ.૭૦.૪૭ વાળા ૭૦.૩૪ ખુલ રૂ.૭૦.૩૯ થયા પછી નીચામાં ૭૦.૧૭ થઈ છેૈલ્લે બંધ રૂ.૭૦.૩૩ હતા. ડોલરના ભાવ આજે ૧૩ પૈસા ઘટયા હતા.
જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૪૭ પૈસા ગબડી રૂ.૯૧ની અંદર ઉતરી રૂ.૯૦.૭૩થી ૯૦.૭૪ હતા. યુરોના ભાવ ૪૨ પૈસા ઘટી ૭૯ની અંદર ઉતરી રૂ.૭૮.૭૦થી ૭૮.૭૧ રહ્યાના નિર્દેશો હતા.
વિશ્વ બજારમાં ડોલરના ભાવ નીચા ઉતરતાં સોનામાં વૈશ્વિક સ્તરે ઘટાડે ફંડવાળા એકટીવ રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ નીચામાં ૧૨૯૩.૩૦ ડોલર થયા પછી ઉંચામાં ભાવ ૧૩૦૧.૩૦ થઈ સાંજે ૧૩૦૦.૩૦થી ૧૩૦૦.૪૦ ડોલર હતા.
મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૨૨૭૨ વાળા રૂ.૩૨૧૫૧ થઈ રૂ.૩૨૨૫૨ બંધ હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૨૪૦૨ વાળા ૩૨૨૮૦ થઈ રૂ.૩૨૩૮૨ બંધ હતા.
જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા હતા. મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૧૪૫ વાળા રૂ.૩૭૧૪૦ થઈ રૂ.૩૭૨૪૫ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૨૫૦થી ૩૭૩૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી રૂ.૧૨૦૦ ઉંચા હતા.
વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૧૪.૭૫ ડોલર રહ્યા પછી ઉંચામાં ભાવ ૧૪.૮૭ થઈ સાંજે ભાવ ૧૪.૮૧થી ૧૪.૮૨ ડોલર હતા. અમેરિકાના રીટેલ સેલના આંકડા નબળા આવતાં વિશ્વ બજારમાં ડોલર ઉંચેથી નીચો આવ્યો હતો.
ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદનનાં આંકડા નબળા આવ્યા છે. આના પગલે ત્યાંની સરકાર અર્થતંત્રને ઉગારવા વધુ સ્ટીમ્યુલસ આપશે એવી શક્યતા ચર્ચાતી થતાં ચીનના શેરબજારો નીચા મથાળેથી વધી આવ્યાના વાવડ હતા.
ભારતમાં વેપાર ખાદ્ય માર્ચમાં ૧૦.૮૯ અબજ ડોલર હતી તે એપ્રિલમાં વધી ૧૫.૩૩ અબજ ડોલર થઈ ગયાના સમાચાર હતા. આના પગલે મુંબઈ કરન્સી બજારમાં ગુરૂવારે (આજે) રૂપિયાના ભાવ ફરી દબાણ હેઠળ આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૮૪૭.૮૦થી ૮૪૭.૯૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ૧૩૧૩.૫૦થી ૧૩૧૩.૬૦ ડોલર બોલાયા હતા.
ચીનની નબળાઈની અસર કોપર તથા ક્રૂડતેલના ભાવ પર દેખાઈ હતી. ન્યુયોર્ક ભાવ ઉંચેથી આશરે સવા ટકો ગબડી ૬૧.૦૪થી ૬૧.૦૫ ડોલર રહ્યા હતા. લંડન બજારમાં કોપરના ભાવ ૩ મહિનાની ડિલીવરીના ૬૦૬૫ ડોલરવાળા ૬૦૩૫થી ૬૦૪૦ ડોલર હતા.ટીનના ભાવ ૧૯૬૮૦ ડોલર, નિકલના ભાવ ૧૧૯૭૭ ડોલર, એલ્યુ.ના ૧૮૩૫ ડોલર, જસતના ૨૬૦૯ ડોલર તથા સીસાના ભાવ ૧૮૦૬ ડોલર રહ્યા હતા.
યુરોપમાં જર્મનીના અર્થતંત્રના આંકડા સારા આવ્યા હતા. લંડન એક્સ.માં કોપરનો સ્ટોક ૪૪૦૦ ટન ઘટયો હતો ટીનનો સ્ટોક ૨૦૫ ટન તથા સીસાનો સ્ટોક ૧૦૦ ટન વધ્યાના સમાચાર હતા. ત્યાં એલ્યુમિનીયમ, જસત તથા નિકલનો સ્ટોકમાં ઘટાડો નોંધાયાના સમાચાર હતા. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા મુજબ ક્રૂડતેલની વૈશ્વિક માગ ઘટવાની શક્યતા છે. જોકે ઈરાનમાં ઉત્પાદન પણ ઘટી ૧૯૮૦ના તળિયે ઉતરી જવાની શક્યતા આઈઈએ દ્વારા બતાવાઈ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EeLz6i
via Latest Gujarati News
0 Comments