NSEએ લિસ્ટિંગ ધોરણોનું પાલન નહીં કરનાર 250થી વધુ કંપનીઓને દંડ ફટકાર્યો

મુંબઈ તા. 15 મે, 2019, બુધવાર
નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ) દ્વારા માર્ચ ૨૦૧૯ના અંતના ત્રિમાસિક માટે શેર બજારના લિસ્ટિંગ ધોરણોનું ઉલ્લંઘન-પાલન નહીં કરવા બદલ ૨૫૦થી વધુ કંપનીઓને દંડ ફટકારવા સાથે નોટીસો ઈસ્યુ કરી છે.


આ કંપનીઓ પૈકી ૩૧ જેટલી કંપનીઓને દરેકને રૂ.૪.૫૦ લાખનો દંડ-ફાઈન કરાયો છે. જે રકમ સ્ટોક એક્સચેન્જના ઈન્વેસ્ટર પ્રોટેકશન ફંડમાં જમા થશે. એનએસઈએ જણાવ્યું છે કે, લિસ્ટિંગ ધોરણોનું પાલન નહીં કરનાર કંપનીઓ પાસેથી દૈનિક દંડ લઈ શકે છે અને લિસ્ટિંગ ધોરણોનું પાલન નહીં કરવા અને અથવા દંડની રકમ નહીં ભરનાર કંપનીઓના પ્રમોટર અને પ્રમોટર ગુ્રપનું હોલ્ડિંગ ફ્રીઝ કરી શકે છે.

જો ધોરણોનું પાલન નહીં કરનાર કંપની સતત બે ત્રિમાસિક માટે પાલન ન કરે તો એ  કંપનીના શેરોને સ્પેસિફાઈડ કેટેગરીમાં ટ્રેડ ટુ ટ્રેડ ધોરણે જ ટ્રેડીગ થઈ શકે એમાં શિફ્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ કંપનીઓના શેરોમાં ટ્રેડીંગ સસ્પેન્ડ કરવામાં આવે છે. એનએસઈએ ૩,મે ૨૦૧૮ની તારીખના સેબીના સર્કયુલરના અનુસંધાનમાં આ નોટીસ ઈસ્યુ કરી છે.


આ કંપનીઓ પૈકી પ્રમુખ કંપનીઓની યાદીમાં અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિ., ડ્રેજીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, અનંત રાજ લિમિટેડ, મોઈલ લિ., સતલજ જલ વિદ્યુત નિગમ, થીરૂ અરૂરન સુગર્સ, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિ., પીએઈ લિમિટેડ, નેશનલ ફર્ટિલાઈઝર્સ લિ., એસ દી એલ્યુમિનિયમ, એનએલસી ઈન્ડિયા લિ., ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ.-ભેલ, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, મદ્રાસ ફર્ટિલાઈઝર્સ, એચએમટી લિમિટેડ, ઓઈલ ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, બીઈએમએલ લિ., કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, એમએમટીસી લિ., ભારત ડાયનામિક્સ લિ., કેઆઈઓસીએલ લિ., ધ ઓરિસ્સા મિનરલ્સ ડેવલપમેન્ટ કંપની લિ., હિન્દુસ્તાન કોપર, આઈએફસીઆઈ લિ., ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન, નોઈડા ટોલ બ્રિજ કંપની, બાલમેર લોરી એન્ડ કંપની, ઈરકોન ઈન્ટરનેશનલ, જેટ એરવેઝ લિ.નો સમાવેશ છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WKD7ms
via Latest Gujarati News

Post a Comment

0 Comments