લોકસભા ચૂંટણીના પરિણામ પછીની રણનીતિ નક્કી કરવા આજે વિરોધ પક્ષોની બેઠક


વડાપ્રધાન મોદી અને અમિત શાહના નેતૃત્ત્વમાં એનડીએ નેતાઓની પણ આજે બેઠક 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 20 મે, 2019, સોમવાર

લોકસભા ચૂંટણીના બે દિવસ પહેલા આવતીકાલે વિરોધ પક્ષના નેતાઓની આજે બેઠક મળશે. આ બેઠકમાં કોંગ્રેસ વતી એહમદ પટેલ, ગુલામનબી આઝાદ, એનસીપી વતી શરદ પવાર, ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ, બસપાના સતિશચંદ્ર મિશ્રા, સીપીઆઇ(એમ)ના સિતારામ યેચુરી, સીપીઆઇના ડી રાજા અને તૃણમુલના ડેરેક ઓબ્રેન હાજર રહેશે. બીજી તરફ વડાપ્રધાન મોદી અને અમિત શાહના નેતૃત્ત્વમાં એનડીઓેના નેતાઓની પણ બેઠક મળશે. 

વીવીપેટી સ્લીપ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો અમલ સારી રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે પણ વિરોધ પક્ષના નેતાઓ આવતીકાલે ચૂંટણી પંચને મળશે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે લોકસભા ચૂંટણીની મતગણતરી કરતી વખતે દરેક વિધાનસભાના પાંચ મતદાન મથકોમાં ઇવીએમના પરિણામની સરખામણી વીવીપેટ સ્લીપ સાથે કરે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના અમલને કારણે અંતિમ પરિણામો જાહેર થવામાં વિલંબ થઇ શકે છે. 

આવતીકાલે મળનારી બેઠકમાં જો એનડીએને બહુમતી ન મળે તો તેવા કિસ્સામાં આગળ શું કરવું તે અંગે ચર્ચા કરવામાં આવશે.

વિરોધ પક્ષના નેતાઓ માગ કરી છે કે કોઇ એક બૂથમાં ઇવીએમના પરિણામ અને વીવીપેટ સ્લીપનો તાળો ન મળે તો તે વિધાનસભાના તમામ બૂથમાં ઇવીએમના પરિણામની વીવીપેટ સ્લીપ સાથે સરખામણી કરવામાં આવે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LWwhcq
via Latest Gujarati News

Post a Comment

0 Comments