
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 20 મે, 2019, સોમવાર
લોકસભાની ચૂંટણીનું સાત તબક્કામાં મતદાન પૂરુ થયા બાદ દેશભરમાં સર્વત્ર એક્ઝીટ પોલની ચર્ચા શરૂ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર આ બાબતે અનેક પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાક લોકો તેના પર ગંભીર તો કેટલાક હલકા ફુલકા શબ્દમાં પોતાનો અભિપ્રાય માંડે છે.
બોલીવૂડના અભિનેતા અને હાલના ભાજપ ગુ્રપના વિવેક ઓબેરોયે એકઝીટ પોલ્સ બાબતે ટ્વિટરના માધ્યમથી પોતાનો મત રજૂ કર્યો હતો. પરંતુ આમા વિવેકે બોલીવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાયનું અપમાન કર્યું છે. આથી ચોફેસરથી વિવેક ઓબેરોય પર દોરદાર ટીકા થઇ રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મને લીધે વિવેક ચર્ચામા હતો હવે તેણને ટ્વિટ કરીને વિવાદમાં સપડાયો છે. ખુદે વિવાદ વ્હોરી લીધો છે.
એકઝીટ પોલીમા નરેન્દ્ર મોદીનું મોજુ ફરી વળ્યું છે. એવું નિદર્શનમાં આવ્યા બાદ ભાજપ સમર્થકોએ કોંગ્રેસની ટિખળ તેમજ મજાક ઉડાવતા વોટસ એપ તથા ટ્વિટર જોવા સોશ્યલ મિડિયા પર વાઇરલ કરી રહ્યા છે. એમા વિવેક ઓબેરોય કૂદી પડયા અને એક ટ્વિટ શેઅર કર્યું છે. તેમાં તેમણે એક્ઝીટ પોલ અને ચૂંટણીના નિકાલમાં ફરક બતાવવાનો સ્પષ્ટપણે પ્રયત્ન કર્યો છે.
એકઝીટ પોલ અને ચૂંટણીના નિકાલમાં ફરક સ્પષ્ટ કરવા માટે વિવેક ઓબેરોયએ ઐશ્વર્યા રાયની લવ સ્ટોરીનો ઉપયોગ કર્યો છે. તેમાં સલમાન અને ઐશ્વર્યાની લવ સ્ટોરી ઓપિનિયન પોલ પ્રમાણે છે. વિવેક ઓબેરોય અને ઐશ્વર્યાની લવ સ્ટોરી એક્ઝીટ પોલ જેવી છે. પરંતુ ઐશ્વર્યાએ સલમાન ખાન અને વિવેદ ઓબોરેય એમ બે પૈકી કોઇ સાથે લગ્ન કર્યા નહિ. ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યું તે સત્ય છે. આથી ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન એટલે ચૂંટણીના પરિણામ મુજબ છે.
વિવેકના આ ટ્વિટ બાદ તેના ઉપર લોકોએ જોરદાર ટીકા કરવાનું શરૂ કર્યું છે. મુખ્ય મહિલાઓએ વિવેકની હીન પ્રવૃત્તી હોવાનું કહ્યું છે. દરમિયાન વિવેક ઓબેરોય કરેલી ટ્વિટની રાજ્ય મહિલા કમિશને ગંભીર નોંધ લીધી હતી. તેને નોટીસ ફટકારી હોવનું મહિલા કમિશનની અધ્યક્ષા વિજય રહાટકરે જણાવ્યું હતું. ટ્વિટમાં મહિલાનો અનાદર દેખાડયો છે. તે એક જવાબદાર અભિનેતા છે. તેમની પાસે આવી અપેક્ષા ન હતી. બોલીવૂડની અભિનેત્રી સોનમ કપૂરે પણ વિવેદના ટ્વિટ બાબતે જોરદાર ટીકા કરી હતી. સોનમે કહ્યું કે ટ્વિટ ખૂબ જ ઘૃણાસ્પદ છે અને ઉતરી કક્ષાનું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wd4dFP
via Latest Gujarati News
0 Comments