ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો તેનું નામો-નિશાન મિટાવી દઈશ : ટ્રમ્પ


વૉશિંગ્ટન, તા. 20 મે, 2019, સોમવાર

ઈરાનના વિદેશ મંત્રીએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું ઈરાન કે અમેરિકા - બેમાંથી એકેય યુદ્ધ કરવા ઈચ્છતું નથી. વળી, ખાડીમાં ઈરાનનો સામનો કરવાનો ભ્રમ કોઈએ રાખવો જોઈએ નહીં, તેનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન અમેરિકા ઉપર હુમલો કરશે તો આખા દેશનો ખાતમો બોલાવી દઈશ.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે જો ઈરાન અમેરિકા સાથે યુદ્ધ કરશે તો ઈરાન નામના દેશનું નામો-નિશાન મટી જશે. પછી ક્યારેય ઈરાન અમેરિકાને ધમકી આપવાની હિંમત નહીં કરી શકે. ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન અમેરિકાના હિતો સાથે ટકરાશે તો તેનો અંજામ સારો નહીં હોય.

અમેરિકાએ ખાડીમાં એર સ્ટ્રાઈક માટે ટીમ તૈનાત કરી હોવાથી બંને દેશો વચ્ચે તંગદિલીમાં વધારો થયો હતો. અમેરિકાએ એક કેરિયર ગુ્રપ અને બી-૫૨ બોમ્બરને ખાડીમાં તૈનાત રાખ્યા હોવાથી ઈરાને તેનો વિરોધ કર્યો હતો.

ઈરાનના વિદેશ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે અમેરિકા કે ઈરાન બેમાંથી એક પણ દેશ યુદ્ધ કરવા ઈચ્છતો નથી. વળી, ખાડીમાં ઈરાનનો સામનો કરવાનો ભ્રમ એક પણ દેશે રાખવો જોઈએ નહીં. ઈરાને એવું ય નિવેદન આપ્યું હતું કે ખાડીમાંથી પસાર થતાં અમેરિકી જહાજો આસાનીથી ઈરાનના નિશાનમાં આવી જશે. આ નિવેદન પછી ટ્રમ્પે પણ વળતો જવાબ આપીન આક્રમક ટ્વીટ કરી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે બીજી વખત તો અમેરિકાને આવી ધમકી આપશે તો ઈરાનની ખેર નથી. ફરી વખત તો ઈરાન અમેરિકા સામે ઊંચી આંખ કરશે તો અમેરિકા તેનો સત્તાવાર વિનાશ કરી દેશે. ઈરાન-અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને તંગદિલી શરૂ થઈ છે. અમેરિકાએ ભારત-જાપાન-ચીન સહિતના મિત્ર રાષ્ટ્રોને ઈરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદી કરવાની મનાઈ ફરમાવી તે પછી મામલો વધુ તંગ બન્યો છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Huiplx
via Latest Gujarati News

Post a Comment

0 Comments