
(પીટીઆઇ) લંડન, તા. 20 મે, 2019, સોમવાર
સિરીયામાં આઇએસમાં જોડાવવા માટે જવાનો પ્રયાસ કરનાર અને થોડા વર્ષો પહેલાં પકડાઇ ગયેલા ગુજરાતી મૂળના એક યુવકને બ્રિટનની એક અદાલતે આતંકવાદ ફેલાવવાના ગુનાસર ૧૪ વર્ષની જેલની સજા ફટકારી હતી.લેસ્ટર શહેરનો રહેવાસી હંઝલા પટેલે તમામ આરોપો નકાર્યા હતા, પરંતુ એપ્રિલમાં બર્મીગહામ ક્રાઉન કોર્ટમાં કેસના અંતે તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
૨૨ વર્ષના આ યુવાને પોતાના પરિવારને કહ્યું હતું કે પોતે જર્મનીમાં એક મસ્જિદમાં ઇમામત કરવા જશે, પરંતુ વેસ્ટમિડલેન્ડ પોલીસે ઘરની તપાસ કરતા ઘરેથી સિરીયા જવાના દસ્તાવેજો મલ્યા હતા. 'જો કોઇને એ વાતની ચિંતા હોય કે તેનો મિત્ર અથવા તો પરિવારનો કોઇ સભ્ય સિરીયા જવાનો પ્રયાસ કરે છે, તો એ જરૂરી બની જાય છે કે તેઓ અમને જાણ કરે. પોલીસ અને અન્ય એજન્સીઓ રેડિકલ બનનારને મદદ કરવા તૈયાર હોય છે'એમ વેસ્ટમિડલેન્ડ પોલીસ આતંકવાદ વિરોધી દળના વડાએ કહ્યું હતું.
પટેલ અને તેના મિત્ર તેમજ શાળાના સાથી એવા ૨૩ વર્ષના સફવાન મનસુરની પહેલી જુલાઇ ૨૦૧૭માં હીથ્રો એરપોર્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ઇસ્તંબુલ જવા એરપોર્ટ આવ્યા હતા જ્યાં યુકેની તપાસના એક ભાગ તરીકે તુર્કીશ સત્તાવાળાઓએ ઓર્ડર કર્યો હતો. એપ્રિલમાં બે સપ્તાહની ટ્રાયલ દરમિયાન પટેલે કહ્યું હતું કે તે પોતાની જાતને ખૂબ મોટો બનાવવા સિરીયા જઇ રહ્યો હતો.
પરંતુ ટ્રાયલમાં પટેલ અને ૧૪ વર્ષની સજા પામેલા મનસુરએ ક્હયું હતું કે તેઓ કેમ્પીંગના સાધનો અને આઉટડોર સર્વાઇવલ સાધનો અને કપડાં લાવ્યા હતા.
તમામ તૈયારીઓ કર્યા પછી તેમણે જર્મની જતાં પહેલા ટિકિટ ખરીદી હતી અને ઇસ્તંબુલ જઇ સિરીયા કેવી રીતે જવાય તેની માહિતી મેળવી હતી.તેમણે પોલીસને છેતરવા રિટર્ન ટિકિટ પણ ખરીદી હતી અને વિવિધ એરલાઇનોનો ઉપયોગ કર્યો હતો
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YEY3eZ
via Latest Gujarati News
0 Comments