
(પીટીઆઇ) ચેન્નાઇ, તા. 20 મે, 2019, સોમવાર
તિરૂચેરાપલ્લીથી ઉપડેલી સ્કુટ એરલાઇનની એક ફલાઇટમાં ખામી સર્જાતા ચેન્નાઇના એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડયું હતું, એમ સત્તાવાળાઓએ કહ્યું હતું. ખાનગી વિમાનમાં ધુમાડાની ચેતવણી મળતાં વિમાનને આજે ઉતારવુ પડયું હતું, એમ તેમણે ઉમેર્યું હતું.
અગાઉ અધિકારીઓએ કહ્યું હતું કે ૧૭૦ પેસેન્જરો સાથેની આ ફલાઇટના એન્જીનમાં તણખા ઝરતા દેખાતા તેને તાત્કાલિક ચેન્નાઇ એરપોર્ટમાં લેન્ડિંગ કરવું પડેલું.' ૨૦ મે ૨૦૧૯ના રોડ તિરૂચેરાપલ્લીથી સિંગાપોર જઇ રહેલી ફલાઇટ ટીઆર ૫૬૭ને સાવચેતીના પગલાંરૂપે ચેન્નાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી'એમ સ્કુટ એરલાઇનના પ્રવકતાએ કહ્યું હતું.'
વિમાન સવારે લગભગ ૩:૪૧ મિનિટે ચેન્નાઇમાં સલામત રીતે લેન્ડ થયું હતું. ત્યાર પછી વિમાનની તપાસ કરાઇ હતી અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તે ખોટી ચેતવણી હતી'એમ પ્રવકતાએ કહ્યું હતું. એરલાઇન દ્વારા તેના પેસેન્જરોને સિંગાપોર લઇ જવા માટે અન્ય વિમાનની વ્યવસ્થા કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. પેસેન્જરોને સ્થાનિક હોટલમાં ઉતારો અપાયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YHPW1A
via Latest Gujarati News
0 Comments