વિપક્ષના નેતાઓ અત્યારથી વડા પ્રધાન બનવાના સપના જોઇ કપડા સીવડાવા લાગ્યા છે : મોદી


વિપક્ષ કેન્દ્રમાં ખીચડી સરકાર બનાવવા માગે છે જેના વડા પ્રધાન દર વર્ષે બદલાતા રહેશે : મોદીનો દાવો 

નવી દિલ્હી, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સભાને સંબોધી હતી, જે દરમિયાન તેમણે વિપક્ષ પર ટોણો માર્યો હતો અને જણાવ્યું હતું કે વિપક્ષના નેતાઓ અત્યારથી જ વડા પ્રધાન બનવાના સપના જોવા લાગ્યા છે. મોદીએ સાથે દાવો કર્યો હતો કે આ નેતાઓ તો વડા પ્રધાનના કપડા પણ સીવડાવવા લાગ્યા છે.

 હાલ વિપક્ષોની એવી સ્થિતિ છે કે તેઓ એક યોગ્ય નેતા પણ આપી શકે તેમ નથી અને વડા પ્રધાન બનવા માટે કપડા સીવવા લાગ્યા છે. ઉત્તર પ્રદેશમાં સપા, બસપા અને આરએલડીના ગઠબંધન અંગે ટોણો મારતા મોદીએ જણાવ્યું હતું કે ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે અને હાલ પરિસ્થિતિ એ છે કે વિપક્ષમાંથી એક પણ વ્યક્તિ નેતાગીરી લઇ શકે તેમ નથી, વિપક્ષ પોતાનો નેતા હજુ શોધી રહ્યો છે. 

મોદીએ દાવો કર્યો હતો કે વિપક્ષ માત્ર ૫૦થી ૫૫ બેઠકો જીતવાનો છે અને વડા પ્રધાન બનવાના સપના જઇ રહ્યો છે, અત્યારથી જ આ માટે કપડા પણ સીવવા લાગ્યો છે. મોદીએ સાથે એવો પણ દાવો કર્યો હતો કે વિપક્ષ કેન્દ્રમાં ખીચડી સરકાર બનાવવા માગે છે. જેનું શાસન અતી નબળુ હશે. મોદીએ સાથે સપા અને બસપા પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને દાવો કર્યો હતો કે અગાઉ જ્યારે આ બન્ને પક્ષો સત્તામાં હતા ત્યારે ઉત્તર પ્રદેશના વિકાસ માટે કોઇ જ કામ નહોતુ કર્યું. 

ગઠબંધન પર ટોણો મારતા મોદીએ કહ્યું હતું કે પોતાના અંગત સ્વાર્થ માટે વિપક્ષો એક થવા લાગ્યા છે, જોકે તેમની એક્સપાયરી ડેટ ૨૩મી મે છે, તેઓ ૨૩મી મે બાદ હતા તેમ જ વિખેરાઇ જશે. સાથે મોદીએ દાવો કર્યો હતો કે અગાઉની સરકારના શાસનમાં દેશ સુરક્ષીત નહોતો અને અવાર નવાર વિસ્ફોટ થયા હતા. જોકે હવે દેશ સુરક્ષીત છે અને અગાઉની જેમ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન કે જાહેર સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ નથી થતા. કોંગ્રેસના શાસનમાં આતંકીઓનો સ્લિપર સેલ સક્રીય થયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VAO1xM
via Latest Gujarati News

Post a Comment

0 Comments