
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડા પ્રધાન મોદી અને ભાજપ પ્રમુખ અમીત શાહ ધૃણાસ્પદ ભાષણ કરે છે અને પ્રચારમાં ભારતી સેનાનો ઉપયોગ મત માટે કરતા હોવાનો આરોપ કરી આચાર સંહિતાનો ભંગ કરતા હોવા છતાં ચૂંટણી પંચે તેમની સામે કોઇ જ કાર્યવાહી નહી કરી હોવાથી કોંગ્રસની સાંસદે કરેલી અરજી પર સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો હતો.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની બેંચે કહ્યું હતું કે કોંગ્રેસના આસામના સિલચરના સાંસદ અને મહિલા કોંગ્રેસના પ્રમુખ સુષ્મીતા દેવે કરેલી અરજી પર ગુરૂવારે સુનાવણી કરશે. કોર્ટે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અરજદારની રજૂઆત પર તેઓ ચૂંટણી પંચને જરૂરી અથવા તો યોગ્ય ઓર્ડર કરવા મન ખુલ્લુ રાખે છે.
લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ભાજપના વડા અમીત શાહ અને વડા પ્રધાન મોદી સહિત વિવિધ નેતાઓ દ્વારા આદર્શ આચાર સંહિતાનો ભંગની ફરિયાદો અંગે નિર્ણય લેવા ચૂંટણી પંચના અધિકારીઓ બેઠક કરશે એવા અહેવાલો વહેતા થયા હતા.
બપોરે ગોગોઇના નેતૃત્વ હેઠળની બેંચે કહ્યું હતું કે દેવની અરજી પર દસ નંબરની કોર્ટમાં બપોરે બે વાગે જસ્ટિસ દીપક ગુપ્તા અને સંજીવ ખન્નાની બેંચમાં સુનાવણી કરાશે.જો કે જસ્ટિસ ગુપ્તા અને ખન્નાની બેંચે સુનાવણી કરવા ઇનકાર કર્યો હતો, બલકે યોગ્ય કોર્ટમાં જ આગળની સુનાવણી થશે, એમ કહ્યું હતું.પરિણામે ફરીથી ચીફ જસ્ટિસની બેંચે સુનાવણી હાથ ધરી હતી અને ચૂંટણી પંચને નોટીસ મોકલી હતી તેમજ ગુરૂવારે સવાકે ૧૦-૩૦ વાગે સુનાવણીનો સમય નક્કી કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Lo5ndw
via Latest Gujarati News
0 Comments