શિમલા, તા.17 મે 2019, શુક્રવાર
લોકસભાની ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે હિમાચલ પ્રદેશના સોલનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક સભાને સંબોધન કરતી વખતે સનસની ખેજ આક્ષેપ મુકતા કહ્યુ હતુ કે, નોટબંધીનો નિર્ણય લાગુ કરતી વખતે પીએમ મોદીએ કેબિનેટના મંત્રીઓને રેસકોર્ડ રોડ પર તાળુ મારીને પુરી દીધા હતા.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, આ વાત સાચી છે. મારી સિક્યુરિટીમાં તૈનાત એસપીજી જવાનોએ જ મને આ વાત કરી હતી.
રાહુલ ગાંધીએ મોદી પર હુમલો કરતા કહ્યુ હતુ કે, પીએણ મોદીનો ટીવી પર ઈન્ટરવ્યૂ લેવાતા પહેલા તેમને સવાલો આપવામાં આવે છે. દેશમાં બેરોજગારીની સમસ્યા છે ત્યારે મોદી કહે છે કે, હું ઝાડ પર ચઢીને કેરી ખાતો હતો. પીએમ મોદી કઈ દુનિયામાં જીવી રહ્યા છે ...
તેમણે કહ્યુ હતુ કે, બાલાકોટમાં એટેક કરતી વખતે પીએમ મોદીએ વાયુસેનાને કહ્યુ હતુ કે, વાદળોના કારણે ફાયદો થશે.પાકિસ્તાનના રડારમાં આપણા વિમાન નહી દેખાય. શું વાદળ આવવાથી પ્લેન ગાયબ થઈ જાય છે? હકીકત એ છે કે, ભારતના પીએમને કશી ખબર પડતી નથી પણ પ્રેસવાળા મને પૂછે છે કે, ખેડૂતો અંગે જણાવો અને મોદીને કેરી કેવી રીતે ખાવી અને કુર્તો કેવી રીતે પહેરવો તેવા સવાલો પૂછે છે. પીએમ મોદીએ શહીદોના લોહીનો રાજકીય ઉપયોગ કર્યો છે. હું શહીદોના ઘરે જઈને આવ્યો છું એટલે દિલમાં જે છે તે બોલી નાંખ્યુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LPZMMY
via Latest Gujarati News
0 Comments