ગોડસે વિવાદ, સાધ્વી પ્રજ્ઞા સહિત ભાજપના 3 નેતાઓને પાર્ટીની નોટિસ

નવી દિલ્હી,તા.17 મે 2019, શુક્રવાર

ભાજપના ભોપાલ લોકસભા બેઠકના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીજીના હત્યારા ગોડસને દેશભક્ત ગણાવતુ નિવેદનના આપ્યા બાદ જાગેલા વિવાદની વચ્ચે ભાજપે સાધ્વી સહિત ત્રણ નેતાઓને નોટિસ ફટકારી છે.

ભાજપે પ્રજ્ઞા ઠાકુર ઉપરાંત કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડે તથા નલીન કટિલને નોટીસ આપી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ હતુ કે, ગોડસે પર આ ત્રણે નેતાઓએ જે નિવેદન આપ્યા છે તે તેમના વ્યક્તિગત નિવેદન છે અને તેની સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી. આ લોકોએ પોતાના નિવેદન માટે માફી માંગી છે. છતા પાર્ટીએ આ નિવેદનોને ગંભીરતાપૂર્વક લઈને તેને અનુશાસન સમિતિ સમક્ષ મોકલવાનુ નક્કી કર્યુ છે.

ભાજપે જેમને નોટિસ આપી દસ દિવસમાં આ બાબતે ખુલાસો કરવાનો આદેશ કર્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EgcrTe
via Latest Gujarati News

Post a Comment

0 Comments