લખનૌ, તા.17 મે 2019, શુક્રવાર
લોકસભા ચૂંટણીના પરિણામો તો હજી આવ્યા નથી અને ત્યાં તો ભાજપ વિરોધી પક્ષોમાં પીએમ બનવા માટે હોડ શરુ થઈ ગઈ છે.
બસપાના અધ્યક્ષ માયાવતીએ કહ્યુ છે કે, હું પીએમ મોદી કરતા વધારે સારી વડાપ્રધાન સાબિત થઈશ.પીએમ પદ પર અત્યાર સુધી ચૂપ રહેલા માયાવતીએ આખરે પોતાની ઈચ્છા જાહેર કરી દીધી છે.
તેમણે કહ્યુ હતુ કે, હું ચાર વખત યુપીની સીએમ રહી ચુકી છું. મેં લખનૌ માટે શાનદાર કામગીરી કરી હતી. મારી ઈમેજ પણ સ્વચ્છ નેતાની છે. મારા કાર્યકાળ દરમિયાન યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ સારી હતી. જ્યારે મોદી લાંબા સમય સુધી ગુજરાતમાં સીએમ રહ્યા હતા અને તેમના કાર્યકાળમાં ગુજરાતમાં થયેલા તોફાનો દેશના ઈતિહાસમાં ધબ્બો છે. તેઓ પીએમ પદ માટે ફિટ નથી.
પીએમ મોદીએ તેમને આપેલા દૌલત કી બેટી નામ પર માયાવતીએ કહ્યુ હતુ કે, પીએમ મોદીની દલિત વિરોધી માનસિકતા છે તેઓ નથી ઈચ્છતા કે, દલિતોનો વિકાસ થાય.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30iEx9Q
via Latest Gujarati News
0 Comments