ભોપાલ, તા.17 મે 2019, શુક્રવાર
મધ્યપ્રદેશના ખરગૌનમાં પીએમ મોદીએ પોતાની આખરી ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ. જેમાં તેમણે કહ્યુ હતુ કે, આખો દેશ કહી રહ્યો છે કે, અબ કી બાર...300 પાર...
તેમણે કહ્યુ હતુ કે, જ્યારે તમે 19 તારીખે મત આપશો ત્યારે સતત બીજી વખત પૂર્ણ બહુમતિ વાળી સરકાર બનાવીને ઈતિહાસ બનાવવા જઈ રહ્યા છો. આ વખતે આખો દેશ કોઈ પાર્ટી માટે નહી પણ પોતાના દેશ માટે વોટ કરી રહ્યો છે. લોકો આ વખતે સરકાર નહી દેશના ભવિષ્ય માટે મતદાન કરી રહ્યા છે. દેશ ઈચ્છે છે કે, આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારવામાં આવે. મને સંતોષ છે કે, દેશ આપણા વીર જવાનોની સાથે ઉભો છે. કોંગ્રેસને લોકો ઠુકરાવી ચુક્યા છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, જ્યાં સુધી મોદી અને ભાજપ છે ત્યાં સુધી જંગલમાં રહેનારાઓના અધિકારોને કોઈ છીનવી નહી શકે. એક જુઠ્ઠાણુ ચાલી રહ્યુ છે કે, ખેડૂતોના ખાતામાં જે પૈસા જમા થઈ રહ્યા છે તે ચૂંટણી પછી પાછા લઈ લેવાશે પણ તમારા પૈસા કોઈ છીનવી નહી શકે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે મોદીએ કહ્યુ હતુ કે, આજે 150 દિવસ પછી પણ મધ્યપ્રદેશમાં ખેડૂતોનુ દેવુ માફ થયુ નથી. કોંગ્રેસે તો વીજળીનુ બિલ અડધુ કરવાની જગ્યાએ વીજળી જ અડધી કરી દીધી છે. મધ્યપ્રદેશમાં એક નહી અઢી મુખ્યમંત્રીનુ શાસન છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HyrKrh
via Latest Gujarati News
0 Comments