લખનૌ,તા.17 મે 2019, શુક્રવાર
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં પૂરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.
શુક્રવારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મિર્ઝાપુરમાં લોકોને સંબોધન કરતા કહ્યુ હતુ કે, પીએમ મોદી નેતા નથી અભિનેતા છે. દુનિયાના સૌથી મોટા એક્ટર વડાપ્રધાન બન્યા છે. તેના કરતા તો અમિતાભને જ તેઓ પીએમ બનાવી દેતા તો સારુ હતુ.
તેમણે કહ્યુ હતુ કે, ભાજપનો ઈરાદો સત્તા મેળવવાનો જ છે. પીએમ મોદીએ ગઈ લોકસભા ચૂંટણી વખતે કરેલા વાયદા પુરા કર્યા નથી. કોંગ્રેસ ખોટા વચનો આપતી નથી પણ ગરીબો, યુવાઓ અને ખેડૂતોને તેમનો હક અપાવાવ માટે કામ કરે છે.
રોડ શો દરમિયાન એક જગ્યાએ ભાજપના કાર્યકરોએ મોદી...મોદીના નારા લગાવ્યા હતા. રોડ શો દરમિયાન મસ્જીદમાં અઝાન થતા પ્રિયંકા ગાંધીએ એક તબક્કે પોતાનુ ભાષણ રોકી દીધુ હતુ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VvtPZU
via Latest Gujarati News
0 Comments