શ્રી નગર, તા.17 મે 2019, શુક્રવાર
પુલવામા હુમલા બાદ ફરી એક વખત કાશ્મીર સળગી રહ્યુ છે. જમ્મુ કાશ્મીરમા સુરક્ષાદળોને જાણકારી મળી છે કે, આતંકવાદીઓ બહુ મોટા પાયે હુમલો કરવાની યોજનાને અંજામ આપવાની ફિરાકમાં છે.
આતંકવાદીઓના નિશાન પર વાયુસેનાના શ્રીનગર અને અવંતીપોરના એરબેઝ હોઈ શકે છે. જેના પગલે કાશ્મીર ખીણમાં સુરક્ષાદળોને એલર્ટ કરી દેવાયા છે.
ગુપ્તચર એજન્સીઓને એવી પણ જાણકારી મળી છે કે, 14 મેના રોજ પુલવામામાં ચાર મોટા આતંકવાદીઓએ બેઠક યોજી હતી. જેમાં આતંકી હુમલાની પ્લાનિગં કરવામાં આવી હતી. આ બેઠક પુલવામાના એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટના ખેતરમાં થઈ હતી.
સુરક્ષાદળો લગાતાર ખીણમાંથી આતંકવાદીઓનો સફાયો કરી રહ્યા છે પણ આમ છતા છાશવારે આતંકીઓ હુમલા કરી રહ્યા છે. કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકવાદીઓની સાથે સાથે સ્થાનિક આતંકવાદીઓનો પણ ખતો મંડરાઈ રહ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LPQ3qc
via Latest Gujarati News
0 Comments