જેરુસલેમ, તા.17 મે 2019, શુક્રવાર
ઈઝરાયેલમાં નાગરિકોએ સુરક્ષા દળોમાં અમુક સમય માટે ફરજ બજાવવાની હોય છે.
આવી જ રીતે ઈઝરાયેલની આર્મીમાં ફરજ બજાવી ચૂકેલુ પૂર્વ મહિલા સૈનિક પોતાની સુંદરતાના કારણે હવે રાતો રાત સોશ્યલ મીડિયા પર સ્ટાર બની ગઈ છે.
આ મહિલાનુ નામ છે, ઓરિન જુલી અને તેને ક્વીન ઓફ ગન્સના નામથી પણ ઓળખવામાં આવે છે. 2012માં તે ઈઝરાયેલી આર્મીમાં જોડાઈ હતી અને મોરચા પર ફરજ પણ બજાવી હતી.
જોકે હવે તે સોશ્યલ મીડિયા પર તે અલગ અલગ પ્રકારની ગન્સ સાથેના ફોટા મુકીને હથિયારોને પ્રમોટ કરે છે. હથિયાર બનાવતી કંપનીઓ ઓરિનનો ઉપયોગ મોડેલ તરીકે પણ કરી રહી છે.
ઓરિન જુલીને તેના નવા અવતારના કારણે સોશ્યલ મીડિયા પર બહુ લોકપ્રિયતા મળી છે. તેના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે.
ઓરિનને અમેરિકાનો નાગરિકોને ગન રાખવાની છૂટ આપતો કાયદો બહુ પસંદ છે. તે કહે છે કે, અમેરિકાની જેમ ઈઝરાયેલમાં પણ નાગરિકોને હથિયાર રાખવાની છુટ હોવી જોઈએ. મને ડોનાલ્ડ ટ્રમ્પ પણ બહુ પસંદ છે. લોકો ભલે કહેતા હોય પણ તે યહૂદી વિરોધી નથી. બરાક ઓબામા કરતા પણ ટ્રમ્પ ઈઝરાયેલની તરફેણ વધારે કરે છે. ટ્રમ્પે જ જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W3EUpH
via Latest Gujarati News
0 Comments