છેલ્લી ઘડીએ મુસ્લિમ મતો કોંગ્રેસના ફાળે ગયાઃ કેજરીવાલે હાર સ્વીકારી?

નવી દિલ્હી, તા. 18. મે. 2019 શનિવાર

લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેના રોજ આવવાના છે પણ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે હાર સ્વીકારી લીધી હોય તેવુ નિવેદન આપ્યુ છે.

કેજરીવાલે કહ્યુ છે કે, ચૂંટણીના થોડા જ કલાકો પહેલા માહોલ બદલાઈ ગયો હતો અને મુસ્લિમ મતો કોંગ્રેસ તરફ ગયા હતા.

દિલ્હીની તમામ સાત લોકસભા બેઠક જીતવાનો દાવો કરનાર કેજરીવાલનુ હવે કહેવુ છે કે, મુસ્લિમ વોટરો કોંગ્રેસ તરફ વળ્યા હોવાથી આપની બેઠકો જીતવાની શક્યતાઓ પર અસર પડવાની છે.

બીજી તરફ કોંગ્રેસના નેતા શીલા દિક્ષિતે કેજરીવાલના નિવેદનનો વિરોધ કરતા કહ્યુ છે કે, નાગરિકો કોઈ પણ પાર્ટીને મત આપવા માટે સ્વતંત્ર છે.દિલ્હીના લોકો કેજરીવાલના વહિવટના મોડેલને સમજી નથી રહ્યા અને તેમને પસંદ પણ નથી કરી રહ્યા.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની 7 બેઠકો પર 60.21 ટકા વોટિંગ થયુ છે.જે 2014ની લોકસભા ચૂંટણીમાં થયેલા વોટિંગ કરતા લગભગ પાંચ ટકા ઓછુ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ef5r9q
via Latest Gujarati News

Post a Comment

0 Comments