નવી દિલ્હી,તા.18 મે 2019, શનિવાર
મંગળ મિશન સફળતાપૂર્વક પાર પાડનાર ઈસરોની નજર હવે શુક્ર પર છે.
આગામી દસ વર્ષ દરમિયાન ઈસરોએ સંખ્યાબંધ મિશન પાર પાડવાનુ નક્કી કર્યુ છે. જેમાંનુ એક લક્ષ્ય શુ્ક્ર ગ્રહ સુધી પહોંચવાનુ છે. આ માટે 2023નુ વર્ષ નક્કી કરાયુ છે. શુક્ર પર જે યાન મોકલાશે તેમાં 20 થી વધારે ઉપકરણો હશે.
આ સિવાય 2021માં સૂર્યની નજીક જવા માટે આદિત્ય, 2022માં માર્સ ઓર્બિટર મિશન, 2024માં યંદ્રયાન-3 અને 2028માં સોલર સિસ્ટમના અભ્યાસ માટે પણ ઈસરો સ્પેસક્રાફ્ટ મોકલશે.
શુ્ક્ર ગ્રહને ધરતીનો જોડિયો ભાઈ કહેવાય છે. બંને ગ્રહોના આકાર, બનાવટ અને ગુરુત્વાકર્ષણમાં ખાસી સમાનતા છે.ઈસરોના મિશનનો ઉદ્દેશ સરફેશ અને સબ સરફેસનો અભ્યાસ કરવાનુ છે. તેની સાથે સાથે તેના વાતાવરણમાં રહેલા રસાયણિક પદાર્થો તેમજ સોલર રેડિયેશનની પણ જાણકારી મેળવવામાં આવશે.
ઈસરો ચેરમેન કે સીવને સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધન કરતી વખતે ઈસરોની ભાવી યોજનાઓ અંગે માહિતી આપી હતી.
આ વર્ષે ઈસરોનુ સૌથી પ્રમુખ મિશન ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કરવાનુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WSwGxM
via Latest Gujarati News
0 Comments