એક્ઝામમાં સારા માર્ક્સ મેળવવાની પ્રેરણા માતા પાસેથી મળી હતી

મને થીયરી સબ્જેક્ટમાં વધારે મુશ્કેલી પડે છે, તેથી સ્કૂલમાં એકસ્ટ્રા ક્લાસિસની મદદ મળી હતી. જેના કારણે મારી થીયરી સારી રહી હતી. આગળ હવે સીએની તૈયારી કરવી છે. એક્ઝામમાં સારા માર્ક્સ મેળવવાની પ્રેરણા માતા પાસેથી મળી હતી. કારણ કે, ડિસેમ્બરમાં તેમને કેન્સર ડિટેક્ટ થયું, જે મારા માટે ખૂબ કપરો સમય હતો. હાલમાં તેમની તબિયતમાં સુધાર છે. પરંતુ તેણીએ મને ગંભીર રોગ હોવા છતા તેણીએ મને આગળ વધવાની પ્રેરણા આપી હતી. જે મારા માટે ખૂબ મહત્ત્વની બાબત છે. મારી માતા શિક્ષક અને પિતા સીએ છે. આદિત્ય ઐયર, શાંતિ એશિયાટીક ૯૩.૪
ટયૂશન વિના ઇકોનોમિક્સ અને B.A.માં 100 જ્યારે અકાઉન્ટમાં 99
નવરંગપુરા ખાતે રહેતા અને ઉદ્ગમ સ્કૂલ માં ભણતા આદિત્યને ૧૨માં ધોરણમાં ટયૂશન ન હતું છતાં એકાઉન્ટમાં ૯૯, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સમાં ૧૦૦ ગુણમાંથી ૧૦૦ ગુણ મેળવ્યા હતા. આ અંગે વાત કરતા આદિત્યએ કહ્યું કે, મે આગલા વર્ષમાં ટયુશન રાખ્યુ હતું પરંતુ મને ટયૂશન અને કોચિંગમાં સમયનો વ્યય થતો હોય તેવુ લાગતુ હતું. એના કરતા હુ સેલ્ફ સ્ટડી કરીને વધુ સારુ રિઝલ્ટ લાવી શકીશ તેવુ લાગતું હતું એટલે મે આ વર્ષે ટયૂશન નહતું રાખ્યું. મે માત્ર સ્કૂલના ટીચર્સને ફોલો કર્યા.
હું સ્કૂલની લાઇબ્રેરીમાં બેસીને એમસીઆરટીના પેપર્સ સોલ્વ કરતો હતો. મારા સારા રિઝલ્ટ પાછળ બોર્ડના જુના વર્ષના પેપર સોલ્યુશને ખુબ ફાયદો કરાવ્યો. આ ઉપરાંત થીયરીકલ સબ્જેક્ટ પણ કલાકો વાંચતો હતો અને કોઇ પણ પ્રોબ્લેમ હોય તો હાજર ટિચર્સને પુછીને સોલ્યુશન મેળવી લેતો તેથી મને હાર્ડ ન લાગ્યું. આ વર્ષ દરમિયાન ટી.વીથી દૂર રહેવુ કે મોબાઇલ ના અડવો એબુ કોઇ બંધન નહતું. હું તેનો મર્યાદિત ઉપયોગ કરતો હતો જેથી મને રિફ્રેશમેન્ટ મળી રહે .હવે આગળ લૉ કરવુ છે તેથી તેની એન્ટરન્સ એક્ઝામની તૈયારી કરું છું. આદિત્ય દલાલ, ઉદ્ગમ સ્કૂલ ૯૬.૨
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LfFpsf
via Latest Gujarati News
0 Comments