
સિટી ટોપર રૂષાએ કહ્યું, ટાઇમ મેનેજમેન્ટ જ સીબીએસઇમાં ખૂબ અગત્યનું છે
કોમર્સ
એક્ઝામમાં ટાઇમ મેનેજમેન્ટ ખૂબ મહત્ત્વનું છે, મેં દરેક સબ્જેક્ટને તેના મહત્ત્વના આધારે સમય આપ્યો અને તે સમય મર્યાદામાં તેનું વાંચન અને પ્રેક્ટિસ કરી હતી. શરૃઆતથી જ દરેક સબ્જેક્ટની પ્રેક્ટિસ હોવાથી એક્ઝામ સમયે વધારે મુશ્કેલી પડી નહોતી. મારો ટાર્ગેટ ૯૫ ટકા મેળવવાનો હતો, મને આશા નહોતી કે આટલા માર્ક્સ આવશે અને સિટી ટોપર બનશી. રૂષા નિમાવત, ડીપીએસ બોપલ ૯૭.૨
સોશિયલ મીડિયાની અસર એક્ઝામ પર પડતી નથી
હ્યુમિનિટીઝ
એક્ઝામ સિવાયના સમયે હું રોજનું પાંચ કલાકનું વાંચન કરતો હતો, જ્યારે એક્ઝામ સમયે ૧૨થી ૧૫ કલાકનું વાંચન કર્યું હતું. એક્ઝામમાં સેમ્પલ પેપરનું સોલ્યુશન કરવાનો ફાયદો ચોક્કસ પણે થાય છે. સેલ્ફ કંટ્રોલ હોય તો સોશિયલ મીડિયાની કોઇ ખોટી અસરો એક્ઝામ પર પડતી નથી. મારે ભવિષ્યમાં શું કરવું છે તે હજુ નક્કી કર્યું નથી. એક્ઝામમાં માતા પિતાનો ખૂબ સપોર્ટ રહ્યો હતો, મારા પિતા નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેરસ છે. મન સોની, ડીપીએસ બોપલ ૯૭.૨
સારા રિઝલ્ટ માટે એમસીઆરટીના જૂના વર્ષના પેપર પર ધ્યાન આપ્યું
સાયન્સ
થલતેજ ખાતે રહેતા અને તુલીપ ઇન્ટરનેશનલ ખાતે અભ્યાસ કરતો હેતવ તેની સ્કૂલમાં પ્રથમ છે. કેમેસ્ટ્રી અને ફિઝિકસ એજ્યુકેશન જેવા વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે જ્યારે ફિઝિક્સ અને મેથ્સમાં ૯૯ માર્કસ મેળવ્યા છે. આ અંગે વાત કરતા હેતવે કહ્યું કે, ઊંચુ રિઝલ્ટ મેળવવા માટે મેં સૌથી વધારે ધ્યાનમાં એમસીઆરટીના જૂના વર્ષના પેપર પર આપ્યું હતું. તેમાં તમામ મહત્વના પ્રશ્નો આવી જ જાય છે. મેં દરેક વિષયના ૧૦ પેપર સોલ્વ કર્યા હતા. સ્કૂલ અને ેટયુશન ઉપરાંત હું ૪ કલાકનું સેલ્ફ સ્ટડી કરતો. હેતવ પંડયા, તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ૯૮.૨
મેથ્સ જેવા સ્કોરિંગ સબ્જેક્ટમાં ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું
સાયન્સ
જજીસ બંગ્લોઝ ખાતે રહેતા રોહમ શર્માએ ૧૨ સાયન્સ સીબીએસસી બોર્ડમાં મેથ્સ જેવા સબ્જેક્ટમાં ૧૦૦ ગુણ મેળવ્યા છે. આ અંગે વાત કરતા રોહને કહ્યું કે, હું એક વર્ષથી સતત મહેનત કરતો હતો. એક પણ માર્ક કટ ન થાય અને સ્કોરિંગ કેવી રીતે કરી શકાય તેની શીટ તૈયાર કરી હતી. ગયા વર્ષના પેપર સોલ્વ કર્યા અને મેથ્સ જેવા વિષયમાં એક પણ ગાણિતિક ભૂલ ન થાય તેનુ ખાસ ધ્યાન રાખ્યું હતું.રિફ્રેશ થવા માટે ફેમિલી સાથે સમય વિતાવતો હતો. રોહન શર્મા, તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ૯૨
આખા વર્ષ દરમિયાન એકપણ ગેજેટ્સનો ઉપયોગ કર્યો નથી
કોમર્સ
શાહીબાગ ખાતે રહેતી અને ફિરદૌસ અમૃત સ્કૂલમાં અભ્યાસ કરતા વિશ્રૃતિએ કોમર્સ ફિલ્ડમાં ઇકોનોમિક્સમાં ૧૦૦, બિઝનેસ સ્ટડીઝમાં ૯૯ અને એકાઉન્ટમાં ૯૫ માર્કસ સાથે તેની સ્કૂલમાં પ્રથમ આવી છે. આ અંગે તેણે કહ્યું કે, હું માત્ર સ્કૂલમાં ધ્યાન રાખતી અને ઘરે આવીને તે તમામનું રિવિઝન કરતી હતી. આ ઉપરાંત થિયરીકલ વિષય માટે ૩ કલાક ફાળવતી. મોબાઇલમાં નેટ હતું પરંતુ વોટ્સઅપનો જ ઉપયોગ કરતી અને તે પણ ભણવા માટે, આ સિવાય વર્ષ દરમિયાન એકપણ ઉપકરણોનો ઉપયોગ કર્યો નહતો. વિશ્રૃતિ પંચાલ, ફિરદૌસ અમૃત સ્કૂલ ૯૬.૬
મોબાઇલમાં ઇન્ટરનેટ ન હતું તેને કારણે ખૂબ લાભ થયો
કોમર્સ
જ્યારે ૧૨મું ધોરણ ચાલુ થયું ત્યારથી જ મેં મારો ગોલ સેટ કરી દીધો હતો અને આજના રિઝલ્ટમાં મે તે ગોલ અર્ચિવ કર્યો છે તેની ખુશી છે. મને સ્કૂલ અને કોચિંગ દ્વારા દરેક વિષયના પ્રોબ્લેમ્સ સોલ્વ થઇ જતા હતા.હું દરેક વસ્તુ એક જ વખત વાંચતી હતી. રિફ્રેશમેન્ટ માટે હું મ્યુઝિકનો સહારો લેતી હતી, મને લાગે છે કે સૌથી વધારે તમારો સમય મોબાઇલમાં ઇન્ટરનેટ માંગી લે છે. મારા ફોનમાં નેટ ન હતું જેનો મને ખૂબ લાભ થયો.મારે આગળ મેનેજમેન્ટ ફિલ્ડમાં સ્ટડી કરવું છે. નેન્સી લખવાની, ફિરદૌસ અમૃત સ્કૂલ ૮૭.૨
પુનરાવર્તને ટોપરમાં સ્થાન અપાવ્યું
કોમર્સ
મારે ઇંગ્લિશમાં ૯૧, બિઝનેસ સ્ટડીઝમાં ૯૬. એન્ટરપ્રિન્યોરશિપમાં ૯૮ માર્કસ મેળવ્યા છે. હું દરેક સિલેબસનું પુનરાવર્તન કરતો હતો જેણે મને ટોપરમાં સ્થાન અપાવ્યું છે. મારે ૯૦ ટકાની આજુબાજુનો ગોલ સેટ કર્યો હતો. જે પુરો થયો. એકાઉન્ટનું પેપર ગૂંચવી નાખે તેવું હતું એટલે એ થોડુ અઘરું લાગ્યું. મારે ભવિષ્યમાં પોતાનો બિઝનેસ કરવો છે તે માટે મે આ વર્ષે એન્ટપ્રિન્યોશિપના વિષયમાં ખાસ ધ્યાન આપ્યું હતું. ભાવેશ વસનાની, આનંદ નિકેતન સ્કૂલ ૯૩.૨
ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસની સાથે પરીક્ષા આપી
હ્યુમિનિટીઝ
મને સાયકોલોજી વિષયમાં ૧૦૦, હીસ્ટ્રીમા ૯૯, ઇકોનોમિક્સમાં ૯૫ માર્કસ છે. મારી મમ્મી સાઇકોલોજીની સ્ટુડન્ટ છે તેમણે મને આ વર્ષે ખુબ મદદ કરી હતી. મને ડિઝાઇનિંગ ફિલ્ડમાં આગળ વધવુ છે તે માટે મે ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટમાં ભણતા ભણતા ૧૨મી પરીક્ષા આપી છે. જાન્યુઆરીમાં મારી ડિઝાઇનિંગની એક્ઝામ હતી એટલે મે ૧૨ની તૈયારી ફેબુ્રઆરીમાં એક જ મહિનો કરી હતી. ભવિષ્યમાં મારે ગ્રાફિક ડિઝાઇનિંગનું કરવું છે. આશકા પટેલ, ઉદ્ગમ સ્કૂલ ૯૬.૨
બે મહિનાની મહેનતમાં સારું પરિણામ મેળવ્યું
સાયન્સ
સેટેલાઇટ વિસ્તારમાં રહેતી અને નિર્માણ હાઇસ્કૂલની નિર્જરીએ માત્ર છેલ્લા બે મહિના મહેનત કરી અને ઊંચું રિઝલ્ટ મેળવ્યું. આ અંગે વાત કરતા નિર્જરીએ કહ્યું કે,હું જેઇ એડવાન્સની તૈયારી કરતી હતી એટલે મે જાન્યુઆરી અને ફેબુ્રઆરી બે જ મહિના તૈયારી કરી છે. આ માટે મેં બોર્ડના ગયા વર્ષના પેપરની તૈયારી કરી હતી. મારો ગોલ ૯૦ ટકા ઉપર લાવવાનો હતો જે અર્ચીવ થયો. નિર્જરી શાહ, નિર્માણ હાઇસ્કૂલ ૯૩
ટ્વિન્સ બહેનની અભ્યાસમાં સરખી મહેનત રંગ લાવી
કોમર્સ
ઝાયડસ સ્કૂલમાં અભ્યાસ કરતી બે ટ્વીન્સ બહેનો ૧૨ સીબીએસસીની પરીક્ષામાં ઊંચા ગુણે ઉતીર્ણ થઇ છે અને અર્ચનાએ તેની સ્કૂલમાં ટોપ કર્યું છે. આ અંગે વાત કરતા અર્ચનાએ કહ્યું કે, આ વર્ષે સિટી ટોપ થવાનો ગોલ હતો પરંતુ સ્કૂલ ટોપ થઇ તેની પણ ખુશી છે મારે ઇકોનોમિક્સમાં હાઇએસ્ટ ૯૫ છે જ્યારે આરતીએ કહ્યું કે, મારી અપેક્ષા ઇંગ્લિશમાં હજુ વધારે માર્કસની હતી પણ આવ્યા નથી તેથી પેપર રીચેક કરાવીશ મારે ફિઝિકલ એજ્યુકેશનમાં ૯૯ માર્કસ છે. આગળ ઇવેન્ટ મેનેજમેન્ટ કરવાની ઇચ્છા છે. અર્ચના પુરસ્વાની-આરતી પુરસ્વાની, ઝાયડસ સ્કૂલ ૯૩/૮૮
એરપોર્ટ મેનેજમેન્ટ ફિલ્ડમાં આગળ વધવું છે
કોમર્સ
સારા માર્ક્સ મેળવવા માટે એક્ઝામની તૈયારી સમયે નાની બાબતોનું વધારે ધ્યાન રાખવું જોઇએ. અકાઉન્ટ અને મેથ્સમાં સારા માર્ક્સ કવર કરવા માટે રોજની પ્રેક્ટિસ ખૂબ જરૃરી છે. જેમાં પેપર સોલ્યુશન ઉપયોગી નીવડે છે. હવે મારે એમ.બી.એ. કરીને એરપોર્ટ મેનેજમેન્ટ ફિલ્ડમાં આગળ વધવું છે. મારા માતા હાઉસ વાઇફ છે અને પિતા ટેક્સટાઇલ બિઝનેસ સાથે જોડાયેલા છે. ઇશીકા સોની, રચના સ્કૂલ ૮૮
રોજ માત્ર ૪ કલાકનું વાંચન કરતો
કોમર્સ
એક્ઝામની તૈયારીઓમાં સૌથી વધારે મદદરૃપ બોર્ડના જૂના પેપર થાય છે, સાથે નાની ટેસ્ટ આપવાથી પણ ઘણો ફાયદો થાય છે. સાથે જ એક્ઝામ માટે હું રોજનું ૩થી ૪ કલાકનું વાંચન કરતો હતો. પરંતુ શરૃઆતથી રોજની તૈયારી કરતો હતો. હવે મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, જેના માટેની તૈયારીઓ પર શરૃ કરી છે. મારા પિતા બિઝનેસ સાથે અને માતા હાઉસ વાઇફ છે. રાજ કનસાગરા, શાંતિ એશિયાટીક ૯૪.૪
સિલેબસ વહેલો પૂરો થયો એટલે સેલ્ફ પ્રેક્ટિસ માટે વધુ સમય મળ્યો
કોમર્સ
અમારી સ્કૂલમાં બીજી સ્કૂલ કરતા સિલેબસ વહેલો પૂરો થઇ જતો હોવાથી વાંચન અને સેલ્ફ પ્રેક્ટિસ માટે વધારે સમય મળે છે. જેનો લાભ એક્ઝામમાં પણ મળે છે. અમારી સ્કૂલમાં ઓક્ટોબરમાં સ્ટડી પૂર્ણ થાય છે. ધોરણ ૧૨માં સ્કોર સારો કર્યો હોવાથી હવે મારે સી.એ.ની તૈયારી કરવી છે. પરંતુ ધોરણ ૧૨ના માર્ક વધારે રીલેવન્ટ નથી. મારા પિતા અને માતા ફાર્મા લેબ ચલાવે છે. વ્રજ કનસાગરા, શાંતિ એશિયાટીક ૯૪.૪
પ્રિ-બોર્ડના પેપરથી સ્ટાઇલ અને માર્કિંગનો ખ્યાલ આવે છે
સાયન્સ
ડિસેમ્બરમાં એક્ઝામ માટેની તૈયારીઓ શરૃ કરી હતી, જ્યારે એક્ઝામમાં વધારે મદદરૃપ પ્રિ-બોર્ડના પેપર્સ હોય છે. કારણ કે, તેના દ્વારા પેપર સ્ટાઇલ અને માર્કિંગનો ખ્યાલ આવે છે. મારી આશા કરતા ઓછા માર્ક આવ્યા હોવાથી હું રી-ચેકિંગ માટે જઇશ. ભવિષ્યમાં મને બી.ટેક. કમ્પ્યૂટર સાયન્સમાં આગળ વધવાની ઇચ્છા છે, કમ્પ્યૂટર સાયન્સમાં જવાની પ્રેરણા એક સ્કૂલ કોમ્પિટિશનમાંથી મળી હતી. મારા માતા પિતા બંને એજ્યુકેશન ફિલ્ડમાં જ છે. શાંતિ એશિયાટીક, અમન પાલેજા ૯૩
ક્રિકેટ મારી ફેવરિટ ગેમ હોવાથી તેની પ્રેક્ટિસ કરીને એક્ઝામ આપતો હતો
સાયન્સ
ક્રિકેટ મારી પ્રિય ગેમ છે. એક્ઝામના દિવસે પણ હું પ્રેક્ટિસ કરીને એક્ઝામ આપવા જતો હતો. પહેલા દિવસથી એક્ઝામની તૈયારી કરતો હતો અને દિવસનું ૬ કલાકનું રીડિંગ કરતો હતો. ક્રિકેટની પ્રેક્ટિસ કરીને જ્યારે રીડિંગ કરતા બેસતો ત્યારે મને ઝડપથી યાદ રહેતું હતું. બોર્ડના પેપર તૈયાર કરવાથી ઘણો જ ફાયદો થાય છે. એક્ઝામમાં મેથ્સ, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ત્રણેય વિષયમાં એકરસખા ૯૫ ગુણ આવ્યા છે. ઇલેક્ટ્રિકલ કોમ્યુનિકેશનમાં સ્ટડી કરીને પોતાનો બિઝનેસ કરવાની ઇચ્છા છે. મયંક પટેલ, શ્રી નારાયણા ગુરૃ સ્કૂલ ૯૩
ગોખણપટ્ટીથી દૂર રહેવા માટે નાની નોટ્સ તૈયાર કરી
હ્યુમિનિટીઝ
ત્રણ મહિના પહેલા એક્ઝામની તૈયારીની શરૃઆત કરી હતી, હું રેગ્યુલર સ્ટડીના કોન્સેપ્ટને અનુસરતી હોવાથી રોજનું ચાર કલાકનું વાંચન કરતી હતી. ગોખણપટ્ટીથી દૂર રહેવા માટે નાની નોટ્સ તૈયાર કરીને વાંચન કર્યું હતું. મને આટલા માર્ક્સની આશા નહોતી પરંતુ ટીચર્સને મારા પર વિશ્વાસ હતો. હવે મારા દિલ્હી યુનિવર્સિટીમાં આર્ટ્સ ઈંગ્લિશમાં આગળ વધવું છે. મારા માતા-પિતા બંને ઇનકમ ટેક્સમાં નોકરી કરે છે. શ્રીવિદ્યા સુજોય, શાંતિ એશિયાટીક ૯૧
ટેકવોન્ડોમાં બ્લેકબેલ્ટ અને હવે આઇસીટી એન્જિનિયરિંગ કરવું છે
સાયન્સ
સાયન્સની બોર્ડ એક્ઝામ સાથે જેઈઈ મેઇન્સની પણ એક્ઝામ હતી, પરંતુ રેગ્યુલર તૈયારી હોવાથી વધારે મુશ્કેલી પડી નહોતી. મારું રોજનું વાંચન ૭ કલાક જેટલું હતું. આ સાથે જ હું ટેકવોન્ડોમાં બ્લેક બેલ્ટ છું, તેથી એક્ઝામ સાથે તેની પ્રેક્ટિસ પણ કરતો હતો. સ્પોટ્ર્સ મારા માટે મહત્ત્વનું રહ્યું છે, તેના કારણે નવી ઊર્જા મળે છે અને માઇન્ડ ફ્રેશ રહે છે. હવે મારે આઈસીટી એન્જિનિયરિંગમાં આગળ વધવું છે. કહાન શાહ, રચના સ્કૂલ ૯૪
દરેક સબ્જેક્ટના ૧૦ પેપર સોલ્વ કર્યા હતા
સાયન્સ
એક્ઝાની તૈયારી માટે મેં એક એક સબ્જેક્ટના ઓછામાં ઓછા ૧૦ પેપર સોલ્વ કર્યા હતા. જેનો ફાયદો મને બોર્ડની એક્ઝામ ઉપરાંત જેઈઈ મેઇન્સમાં પણ થયો છે. મારા મત અનુસાર એક્ઝામમાં સારો સ્કોર કરવા માટે પેપર સોલ્યુશન વધારે ઉપયોગી બની શકે છે. નિર્ઝર શાહ, નિર્માણ સ્કૂલ ૯૨
જેઈઈ એડવાન્સમાં સારો સ્કોર મેળવી કમ્પ્યૂટર સાયન્સ કરવું છે
સાયન્સ
બોર્ડની એક્ઝામ અને જેઈઈ મેઇન્સની તૈયારી સાથે કરતો હોવાથી મારે ૮થી ૧૦ કલાકનું વાંચન કરવું પડતું હતું. એક્ઝામમાં સ્કૂલ અને ક્લાસિસના પેપર સોલ્યુશન અને ટેસ્ટ પણ વધારે ઉપયોગી બન્યા હતા. હવે જેઈઈ એડવાન્સમાં સારા માર્ક્સ મેળવી મીકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવો છે. ગૌરવ ત્રિવેદી, નિર્માણ સ્કૂલ ૯૨
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VKYxCu
via Latest Gujarati News
0 Comments