નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં જીડીપી સાત ટકા રહેવાનો અંદાજ


નવી દિલ્હી, તા. ૨

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના અંતિમ કવાર્ટરમાં જીડીપી ૬.૫ ટકા રહેવાની શક્યતા છે. નાણા મંત્રાલયના તાબા હેઠળના આર્થિક બાબતોના વિભાગે ૨૦૧૮-૧૯માં અર્થતંત્રના આર્થિક વિકાસ દરમાં સામાન્ય ઘટાડો થવાના સંકેત આપ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં જીડીપી સાત  ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. 

માર્ચ, ૨૦૧૯ના માસિક આર્થિક અહેવાલમાં નાણા મંત્રાલયના આર્થિક વિભાગે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના અંતિમ કવાર્ટરમાં જીડીપી ૬.૫ ટકા રહેવાની શક્યતા વ્યકત કરી છે. 

નાણા મંત્રાલયે આ ઘટાડા માટે ખાનગી વપરાશના વિકાસમાં ઘટાડો, ફિક્સ્ડ રોકાણમાં ધીમો વધારો અને સ્થિર નિકાસ જેવા પરિબળોને જવાબદાર ગણાવ્યા છે. 

જો કે સરકારના જણાવ્યા અનુસાર ચોથા કવાર્ટરમાં ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮-૧૯ના ત્રીજા કવાર્ટરમાં જીડીપી ૬.૬ ટકા રહ્યો હતો. જે છેલ્લા ૬ કવાર્ટરનો સૌથી ઓછો આર્થિક વિકાસ હતો. 

સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ અને બીજા કવાર્ટરમાં જીડીપી આઠ અને સાત ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.  



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VbGCFK
via Latest Gujarati News

Post a Comment

0 Comments