નવી દિલ્હી, તા. ૨૭
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કંગાળ દેખાવની જવાબદારી સ્વીકારી કોંગ્રેસમાં રાજીનામા સિલસિલો ચાલુ છે. આજે પંજાબ, ઝારખંડ અને આસામના કોંગ્રેસ પ્રમુખે રાજીનામા આપી દીધા છે. આ અગાઉ ઉત્તર પ્રદેશ, ઓડિશા અને મહારાષ્ટ્રના પ્રમુખો પણ રાજીનામા પણ આપી ચૂક્યા છે.
ગુરદાસપુર બેઠક પરથી અભિનેતા સની દેઓલ સામે હારી ચૂકેલા પંજાબ કોંગ્રેસ પ્રમુખ સુનિલ ઝાકરે હારની જવાબદારી પોતાને માથે લઇ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું ઇમેલ દ્વારા મોકલી આપ્યું છે.
જો કે આ વખતે પંજાબમાં કોંગ્રેસને ૧૩માંથી આઠ બેઠકો મળી છે. જે ૨૦૧૪માં ત્રણ જ હતી. બીજી તરફ ઝારખંડમાં લોકસભાની ૧૪ બેઠકોમાંથી કોંગ્રેસને એક જ બેઠક મળી છે. રાજ્યમાં કોંગ્રેસના આ કંગાળ દેખાવની જવાબદારી લઇ ઝારખંડ કોંગ્રેસ પ્રમુખ અજય રોેયે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.
આસામમાં લોકસભાની ૧૪ બેઠકોમાંથી કોંગ્રેસને ત્રણ જ બેઠકો મળી છે. પક્ષના આ ખરાબ દેખાવની જવાબદારી લઇ રાજ્ય કોંગ્રેસ પ્રમુખ રિપુન બોરાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M9wmK0
via Latest Gujarati News
0 Comments