હોલિવૂડની ફિલ્મ અલ્લાદીનને બે ભારતીય કંઠ સાંપડશે

મુંબઇ તા.7 મે 2019 મંગળવાર

બોલિવૂડના બે મોખરાના ગાયક-સંગીતકારો અરમાન મલિક અને રેપર બાદશાહને ડિઝની ક્લાસિકે પોતાની અલ્લાદીન ફિલ્મના હિન્દી રૃપાંતર માટે સાઇન કર્યા હોવાની માહિતી મળી હતી. 

આ ફિલ્મના હિન્દી રૃપાંતરમાં અલ્લાદીનના મુખ્ય પાત્રને ગાયક સંગીતકાર અરમાન મલિક પોતાનો કંઠ આપશે અને રેપર ગાયક બાદશાહ એક ગીત ગાશે એવી જાહેરાત ડિઝની ઇન્ડિયા તરફથી કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી હોલિવૂડની સુપરહિટ નીવડતી ફિલ્મોના ભારતીય ભાષાઓમાં, ખાસ કરીને હિન્દી તથા તમિળ, તેલુગુ, મલયાલમ

ભાષાઓમાં રૃપાંતર રજૂ થતા રહ્યા છે અને એ માટે સંબંધિત ભાષાના કલાકારોને હોલિવૂડની આ ફિલ્મોમાં પોતાનો કંઠ આપવાની તક મળતી રહી છેે.

બાદશાહે એક નિવેદનમાં કહ્યું હતું કે અલ્લાદીને મારા બાળપણની કેટલીક યાદોને તાજી કરી આપી છે. આ કથા બાલપણમાં મને ખૂબ આકર્ષતી હતી. હું સતત આ કથાના નાયકના સપના જોતો હતો. હવે એને માટે મને ગાવાની તક મળી રહી છે એને હંુ મારું સદ્ભાગ્ય સમજું છું.

૧૯૯૨માં પહેલીવાર આ ફિલ્મનું એનિમેટેડ સ્વરૃપ રિલિઝ થયું હતું. ત્યારથી આ ફિલ્મ સતત દરેક પેઢીના દર્શકોને ઘેલું લગાડતી રહી છે. અરમાને કહ્યંુ કે હું મુખ્ય પાત્રને મારો કંઠ આપવા ઉપરાંત આ ફિલ્મમાં ગીતો પણ ગાવાનો છું.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H5JUla
via Latest Gujarati News

Post a Comment

0 Comments