જવાબદારીઓના કારણે કપલ્સ વચ્ચે ઘટી જાય છે શારીરિક સંબંધ


નવી દિલ્હી, 20 મે 2019, સોમવાર

સ્ટ્રેસફૂલ લાઈફ, અનિયમિત જીવનશૈલી અને દોડધામના કારણે દંપતિનું જીવન સૌથી વધારે પ્રભાવિત થાય છે. એક નવા સર્વે અનુસાર મોડર્ન લાઈફ સ્ટાઈલના કારણે બ્રિટિશ કપલ્સ વચ્ચે સેક્સ સંબંધનું પ્રમાણ ઘટી રહ્યું છે, જો કે તેમની રૂચિ શારીરિક સંબંધોમાં હોય છે પરંતુ જીવનશૈલીના કારણે તેઓની સેક્સ લાઈફ ખરાબ થઈ રહી છે.  મોટાભાગના લોકો સપ્તાહમાં એકવાર સેક્સ કરે છે વળી લગ્ન કરેલા કે લીવ ઈનમાં રહેતા કપલ્સ વચ્ચે પણ સેક્સની ફ્રીક્વેંસી ઘટી રહી છે. 

35થી 44 વર્ષની મહિલાઓએ જણાવ્યાનુસાર તેઓ મહિનામાં 2થી 4 વાર જ સેક્સ કરે છે. જ્યારે પુરુષોમાં આ પ્રમાણ 3થી 4 છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનની 20 વર્ષની સ્ટડી અનુસાર ગત 10 વર્ષમાં મહિનામાં 10 વાર સેક્સ કર્યાના પ્રમાણમાં આટલો ઘટાડો થયો છે. રીસર્ચ કરનાર પ્રોફેસરના જણાવ્યાનુસાર વધારે પુરુષો અને મહિલાઓનું કહેવું હતું કે શારીરિક સંબંધ માટે તેની ઈચ્છા તો છે પરંતુ સ્ટ્રેસના કારણે તે કરી શકતા નથી. કપલ્સની મોડર્ન લાઈફમાં આગળ રહેવાની ઈચ્છામાં તેમની પર્સનલ લાઈફ પ્રભાવિત થાય છે. સોશિયલ મીડિયાની લત અને ગ્લોબલ રિસેશન પણ એવા ફૈકટર્સ છે જેનાથી કપલ્સની લવ લાઈફ પ્રભાવિત થાય છે. 



from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WZbx5a
via Latest Gujarati News

Post a Comment

0 Comments