
નવી દિલ્હી, 20 મે 2019, સોમવાર
માથાનો દુખાવો સામાન્ય સમસ્યા છે અને 80થી 90 ટકા લોકોને પોતાના જીવનમાં એકવાર તો માથાનો દુખાવો થયો જ હોય છે. આમાંથી મોટાભાગના લોકોને તો સામાન્ય માથાનો દુખાવો જ હોય છે જ્યારે કેટલાકને માથાનો દુખાવો માઈગ્રેનના કારણે થતો હોય છે. આ દુખાવાના લક્ષણ જાણી નિષ્ણાંત પાસે ચેકઅપ કરાવી લેવું જોઈએ. જેમને માઈગ્રેનનો દુખાવો હોય છે તેમણે માથાના દુખાવાની દવા ખાવી જ પડે છે. જો કે આ દવાઓ નિયમિત રીતે ખાવી પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. નિષ્ણાંતો અનુસાર માઈગ્રેનની સમસ્યાને જીવનશૈલી બદલીને સરળતાથી દૂર કરી શકાય છે.
ન્યૂરોલોજિસ્ટ અનુસાર 100 દર્દીઓમાં લગભગ 80થી 85 દર્દી માઈગ્રેનથી પીડિત હોય છે. માઈગ્રેન એક પ્રકારનો વિકાર છે. આ દુખાવામાં માથાના એક ભાગમાં તીવ્ર દુખાવો થાય છે. સામાન્ય રીતે લોકો માથાના દુખાવાને ગેસ, એસિડિટી સાથે જોડે. કારણ કે વધારે પડતા કિસ્સામાં માઈગ્રેનના દર્દીને ઉલટી થવી, પેટ ભારે થવું જેવા લક્ષણો અનુભવાય છે. આ ઉપરાંત ક્યારેક દર્દીને ગેસ અને એસિડિટી થયાની ગેરસમજ પણ થાય છે.
માઈગ્રેનના દર્દી નિષ્ણાંતની સલાહ વિના જ પેનકિલર લેતા હોય છે. આ દવાઓ નિયમિત લેવાથી કિડની અને હૃદય પર પ્રભાવ પડે છે. આ દવાઓ માત્ર માથાનો દુખાવો થોડા સમય માટે અટકાવે છે. માથામાં માઈગ્રેનનો દુખાવો છે, કોઈ ટ્યૂમરના કારણે કે અન્ય પ્રકારના સોજાના કારણે દુખાવો છે તે દવાઓ ખાવાથી ખ્યાલ પણ આવતો નથી. પેનકીલર તમારી તકલીફને દબાવે છે તેને દૂર કરતી નથી. જો તમે 2થી 3 વાર પેનકીલર લીધી હોય અને ત્યારબાદ બીમારી બરાબર થાય નહીં તો તુરંત ડોક્ટરની સલાહ લેવી. લાંબા સમય સુધી દવાઓ લેવાથી શરીર પર ખરાબ પ્રભાવ પડે છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Qc6zz5
via Latest Gujarati News
0 Comments