
સૈન ફ્રાંસિસ્કો, 20 મે 2019, સોમવાર
તમે જો ઓનલાઈન શોપિંગ કરતા હોય તો આ સમાચાર તમારા માટે ખાસ હશે. ગૂગલ તમારા પ્રાઈવેટ જીમેલ અકાઉન્ટ પર મોકલાવેલી શોપિંગની પિસીપ્ટના માધ્યમથી તમારી ઓનલાઈન શોપિંગ પર નજર રાખે છે. એક રીપોર્ટ અનુસાર આ જાણકારી યૂઝર્સ માટે ખાનગી વેબ ટૂલના માધ્યમથી ઉપલબ્ધ છે. કંપનીએ દાવો કર્યો છે કે વેબ ટૂલ તમારા ડેટાને ગોપનીય રાખે છે.
જો કે ગૂગલએ ભાર પૂર્વક કહ્યું છે કે આ જાણકારીનો ઉપયોગ વ્યક્તિગત વિજ્ઞાપન માટે કરવામાં આવતો નથી. કંપનીએ વર્ષ 2017માં કહ્યું હતું કે તે જીમેલ મેસેજથી એકઠા થયેલા ડેટાનો ઉપયોગ વ્યક્તિગત વિજ્ઞાપનોમાં કરવાનું બંધ કરી દેશે. ગૂગલએ તેના નિવેદનમાં કહ્યું છે કે એક સ્થાન પર તમારી ખરીદી, બુકીંગ અને સબ્સક્રિપ્શન પર સરળતાથી નજર રાખવામાં સહાયતા માટે તેણે એક વ્યક્તિગત કેન્દ્ર બનાવ્યું છે જેને માત્ર યૂઝર જોઈ શકે છે. કંપનીએ વધુમાં જણાવ્યાનુસાર આ જાણકારી યૂઝર ક્યારેય પણ ડિલીટ કરી શકે છે. કારણ કે તેનો ઉપયોગ કંપની વિજ્ઞાપન આપવા માટે કરતી નથી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hs2ZOE
via Latest Gujarati News
0 Comments