
અમદાવાદ, 20 મે 2019, સોમવાર
ઘરમાં કામ કરતી વખતે કે પછી ઓફિસમાં કોમ્યૂટર, મોબાઈલ, લેપટોપ અને ટીવીનો વધતો ઉપયોગ આંખોને નુકસાન પહોંચાડે છે. તેના કારણે આંખોમાં સોજા, આંખની ડાર્ક સર્કલ અને થાકેલી આંખની ફરિયાદ વધે છે. પરંતુ થોડી સાવધાની રાખવાથી આ સમસ્યાઓથી બચી શકાય છે.
સારો ખોરાક, આંખની કસરત કરી આંખનો થાક દૂર કરી શકાય છે. આ કસરત કરવા માટે બંને હથેળીને જોરથી એકબીજા સાથે ઘસી અને બંધ આંખ પર રાખો. આ કસરત થોડી થોડી વારે કરતા રહેવી. આ સિવાય આંખને બંધ કરી ઊંડો શ્વાસ લેવા અને આંખને રિલેક્સ થવા દેવી. આંખ બંધ હોય ત્યારે આઈબોલને ચારે દિશામાં ફેરવવી. આ કસરત નિયમિત કરવાથી ભારે થયેલી આંખને આરામ મળે છે.
આ ઉપરાંત બે ચમચીને થોડીવાર ઠંડી થવા ફ્રીઝરમાં રાખો. આ ચમચીને ઊંધી કરી અને આંખ પર 1 મિનિટ સુધી રાખો. ચમચીમાંથી ઠંડક જતી રહે એટલે ફરીથી તેને ઠંડી કરી આંખ પર રાખો. એક કપ ઠંડા પાણીમાં કોટન બોલ્સ રાખો. સીધા સુઈ આ કોટન બોલને નીચોવી અને 10 મિનિટ માટે આંખ પર રાખી દો. આંખનો થાક દૂર થશે. જ્યારં ઊંઘ ઓછી થાય ત્યારે પણ આંખ સોજી જાય છે. તેથી નિયમિત રીતે 7થી 8 કલાકની ઊંઘ કરવી.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EjIp0V
via Latest Gujarati News
0 Comments