
નવી દિલ્હી, તા. 19 મે 2019, રવિવાર
લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ચૂંટણીપંચ, EVM, નમો ટીવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેદારનાથ યાત્રાને લઇને પ્રહાર કર્યા. આ સિવાય રાહુલ ગાંધીએ ચૂંટણીપંચની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, ચૂંટણી બોન્ડ અને EVM, ચૂંટણીના સમયપત્રકમાં ફેરફાર કરવા, નમો ટીવી, મોદીની સેના અને હવે કેદારનાથમાં નાટક, મોદી અને તેમની ગેંગ સાથે ચૂંટણીપંચની સંધી તમામ ભારતીયો માટે સ્પષ્ટ છે, ચૂંટણીનો ડર અને આદર હતો હવે નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Qas0kd
via Latest Gujarati News
0 Comments