એક્ઝિટ પોલ: મોદીને મળશે આટલી બેઠક, કોંગ્રેસે પણ કરી આગેકૂચ

અમદાવાદ, તા. 19 મે 2019, રવિવાર

લોકસભા ચૂંટણીનાં અંતિમ ચરણમાં મતદાન આજે પુરૂ થયા બાદ સાંજે એક્ઝિટ પોલ સામે આવશે. તમામ પાર્ટીઓ હવે 19 મેનાં મતદાન પર નજર અટકાવીને બેઠી છે. 19 મેનો દિવસ પણ ઘણો જ ખાસ છે. કારણ કે મતદાન બાદ એક્ઝિટ પોલ પણ આવવાનાં છે.

2014માં માત્ર એક સર્વેનો અંદાજ વાસ્તવિક પરિણામોની નજીક રહ્યો હતો. આ પહેલાં 2004માં મોટા ભાગના એક્ઝિટ પોલ પરિણામોથી વિપરીત રહ્યા હતા.

ચૂંટણીપંચના નિર્દેશ પ્રમાણે, અંતિમ તબક્કાના મતદાનના દિવસે સાંજે સાડા છ વાગ્યા સુધી એક્ઝિટ પોલ દર્શાવી ન શકાય. એક્ઝિટ પોલ, પોસ્ટ પોલ તથા સર્વે અંગે નિષ્ણાતો શું માને છે તે જાણો.


tv9 c voter

NDA: 287

UPA: 128

OTH: 128


રોકાણકારો પર થશે એક્ઝિટ પોલના પરિણામોની અસર

આ એક્ઝિટ પોલની સીધી અસર 20મેના રોજ શેર બજાર જોવા મળશે અને શેર બજારમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

સ્ટોક માર્કેટ એકસપર્ટના મત મૂજબ એક્ઝિટ પોલની સીધી અસર શેર બજારમાં રોકાણ કરનારા લોકો પર થશે. આ ઉપરાંત ઇક્વિટી બેઇઝ મ્યૂચ્યૂઅલ ફંડ રોકાણ પર પણ આની અસર જોવા મળશે. એક્ઝિટ પોલમાં આવેલા પરિણામોના આધારે રોકાણકારોએ કોઇ નિર્ણય લેતા પહેલા વેઇટ એન્ડ વૉચની સ્ટ્રેટેજી અપનાવી પડશે.

એગ્ઝિટ પોલ એટલે...

- મતદાર મત આપીને બહાર નીકળે ત્યારે તેમની સાથે સર્વેક્ષણ કરનારી સંસ્થાના લોકો પ્રશ્નોત્તરી કરે છે.

- પ્રશ્નોત્તરીના આધારે એવું તારણ કાઢવામાં આવે છે કે મતદારે કોને મત આપ્યો હશે.

- જુદીજુદી બેઠકો પરથી મતદાન વિષેની માહિતી એકત્રિત કરવામાં આવે છે.

- માહિતીનું પૃથક્કરણ કર્યા બાદ અંદાજ કાઢવામાં આવે છે. જે-તે બેઠકો પર ઊભેલા ઉમેદવારોને કેટલા મતો મળશે, તેનું અનુમાન કરવામાં આવે છે.

- આવાં અનુમાનોથી કયા પક્ષની મતદાનની ટકાવારી વધી-ઘટી છે તેનો અંદાજ કાઢવામાં આવે છે. આ બધી બાબતોના આકલનને ઍક્ઝિટ પોલ કહેવામાં આવે છે.

એગ્ઝિટ પોલ ખોટા પડ્યાને અનેક દાખલા છે

- 2004માં લોકસભાની ચૂંટણીમાં એગ્ઝિટ પોલ ખોટા સાબિત હતા. ભાજપને ફરીથી સત્તા મળશે એવું એ સમયે તમામ એગ્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતું, પરંતુ તેવું થયું ન હતું. કોંગ્રેસ પક્ષની આગેવાની હેઠળના યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સે સરકાર બનાવી હતી."

- "2004માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના પ્રાથમિક એગ્ઝિટ પોલનું તારણ મુજબ, જ્હોન કેરી તેમના પ્રતિસ્પર્ધી જ્યોર્જ ડબલ્યુ. બુશને હરાવવાના હતા, પણ તેવું થયું ન હતું.




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2w8So4I
via Latest Gujarati News

Post a Comment

0 Comments