લોકસભા ચૂંટણી 2019: અંતિમ તબક્કામાં 6 વાગ્યા સુધી 60.21% મતદાન નોંધાયું


નવી દિલ્હી, તા. 19 મે 2019, રવિવાર

લોકસભા ચૂંટણીના સાતમાં તબક્કા માટેનું મતદાન થયું. 8 રાજ્યોની 59 સીટો પર આજે મતદાન યોજાયું જેમાં પંજાબની 13, ઉત્તરપ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહાર અને મધ્યપ્રદેશની 8-8, હિમાચર પ્રદેશની 4, ઝારખંડની 3 અને ચંદીગઢ લોકસભા સીટ પર મતદાન થયું.

છેલ્લા તબક્કામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 60.21% મતદાન નોંધાયું. જેમાં બિહારમાં 49.92%, હિમાચલ પ્રદેશમાં 66.18%, મધ્યપ્રદેશમાં 69.38, પંજાબમાં 58.81%, ઉત્તરપ્રદેશમાં 54.37%, પશ્ચિમ બંગાળમાં 73.30%, ઝારખંડમાં 70.50%, અને ચંદીગઢમાં 63.57% મતદાન થયું.

પશ્ચિમ બંગાળમાં છેલ્લા તબક્કામાં પણ સૌથી વધારે મતદાન નોંધાયું. જો કે પ. બંગાળમાં મતદાન દરમિયાન હિંસાની ઘટનાઓ બની હતી. પશ્ચિમ બંગાળ સિવાય પંજાબ અને બિહારમાં પણ હિંસાની ઘટનાઓ સામે આવી છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YAuMSP
via Latest Gujarati News

Post a Comment

0 Comments