મુંબઇમાં મેઘરાજાની સવારી કદાચ એકાદ સપ્તાહ મોડી આવશે


મુંબઇ, તા.14 મે 2019, મંગળવાર

મુંબઇગરાં માટે થોડા ચિંતાજનક સમાચાર છે.સમાચાર છે મુંબઇમાં મેઘરાજાના  મોડા આગમનના.હવામાનની આગાહી કરનારી ખાનગી સંસ્થા સ્કાયમેટનાં સૂત્રોએ એવી આગાહી કરી હતી કે મુંબઇમાં ૨૦૧૯નું નૈઋત્યનું ચોમાસુ એકાદ સપ્તાહ મોડું એટલે કે ૧૪-૧૫,જૂને શરૂ થાય તેવાં કુદરતી પરિબળો છે.

બીજીબાજુ ભારતીય હવામાન ખાતાએ મુંબઇમાં ચોમાસાના આગમન વિશે કોઇ જ સત્તાવાર આગાહી નથી કરી.

સામાન્ય રીતે મુંબઇમાં નૈઋત્યના ચોમાસાનું આગમન૧૦,જૂનેથાય છે.૨૦૧૮માં મુંબઇમાં મેઘરાજાની સવારી ૯,જૂને થઇ હતી.  

સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ  પાલાવતે ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસુ કેરળમાં ૪,જૂને બેસે એવાં કુદરતી પરિબળો છે.આમ છતાં નૈઋત્યના ચોમાસાની સમગ્ર સિસ્ટમનેજૂનના પ્રથમ સપ્તાહમાં  મજબૂત બનાવતાં કુદરતી પરિબળો બરાબર સક્રિય નથી થયાં એવો સંકેત અમારાં મોડેલ્સ દ્વારા મળે છે.આ જ મંદ પરિબળોને કારણે મેઘરાજાની સવારી મુંબઇ સુધી એકાદ સપ્તાહ મોડી આવે તેવી શક્યતા છે. 

મહેશ પાલાવતે એવી આગાહી પણ કરી હતી કે હાલ અલ-નીનોનું પરિબળ વધુ સ્ટ્રોંગ છે.અલ-નીનોના આ પરિબળને કારણેજૂન-જૂલાઇ દરમિયાન મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ઓછી વર્ષા થાય તેવી પણ શક્યતા છે.આમ છતાં અલ-નીનો જૂલાઇ-ઓગસ્ટમાં મંદ થશે એટલે ચોમાસાનાં પરિબળો વધુ સક્રિય બનશે અને સારો વરસાદ થશે. 

બીજીબાજુ ભારતીય હવામાન ખાતાએ મુંબઇમાં ચોમાસાનું આગમન વિલંબથી થશે એ બાબતમાં કોઇ જ ટીપ્પ્ણી કરી નથી.જોકે વર્ષા ઋતુનાકેરળમાં અને મુંબઇમાં આગમન વિશે બહુ જલદીથી સત્તાવાર આગાહી કરવામાં આવશે એવીું જરૂર કહ્યું હતું.

એક તરફ મુંબઇ મહાનગરપાલિકાએ શહેરમાં પીવાના પાણીનો ૧૦ ટકા કાપ મૂક્યો છે. આવા સંજોગોમાં સ્કાયમેટની આગાહીથી મુંબઇગરાંને વધુ ચિંતા થાય તે સ્વાભાવિક છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q6JFJB
via Latest Gujarati News

Post a Comment

0 Comments