
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.14 મે 2019, મંગળવાર
આરક્ષણ આપવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે નથી. આ વિષય કેન્દ્ર સરકારના અખત્યાર હેઠળ છે. આરક્ષણના નામ હેઠળ માત્ર સરકારે મરાઠા સમાજ સાથે છેતરપિંડી કરી છે. વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવાનું કામ સરકારનું હતું. મરાઠા આરક્ષણની ઘોષણા કર્યા બાદ પેંડા વહેચનારા ભાજપના નેતા ક્યાં ગયાં એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ રાજ્ય સરકારની ટીકા કરી હતી.
રાજ્યમાં ખાનગી અને સરકારી નોકરીમાં સ્થાનિકને પ્રાધાન્ય આપશો તો મહારાષ્ટ્રમાં આરક્ષણની જરૂર નહી રહે એમ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. ખાનગી નોકરીમાં આરક્ષણ ન હોવાથી યુવાનોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. રાજ્યમાં ખાનગી અને સરકારી નોકરીમાં તેમજ શિક્ષણ સંસ્થામાં સ્થાનિક યુવાનોને પ્રાધાન્ય આપ્યું તો આરક્ષણની ગરજ રહેશે નહીં.
દેશમાં અને રાજ્યના ઉદ્યોગની તુલના કરીએ તો મહારાષ્ટ્ર ખૂબ જ આગળ છે, એમ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. માત્ર આરક્ષણ આપવાના નામ હેઠળ સરકારે મરાઠા સમાજની છેતરપિંડી કરી હોવાનું રાજ ઠાકરે સતત જણાવતા હતાં.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vWQGmW
via Latest Gujarati News
0 Comments