
- વરલીમાં રાજનેતાઓ અને માલેતુજારોની સોસાયટી માટે ડૂંગરમાં છૂપાવેલી પાણીની ટાંકીઓ મળી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 9 મે 2019, ગુરુવાર
રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિના પાર્શ્વભૂમિ પર સર્વ ઠેકાણે પાણીનો કાપ છે. મુંબઈમાં પણ ૧૦ ટકા પાણીકાપ છે. ત્યારે વરલીના માતબર અને રાજકારણીઓની સોસાયટીમાં લોકોએ આંચકો આપે એવો ઉપાય શોધ્યો છે. વરલીના જયવંત પાલકર માર્ગ નજીક એક ડુંગરનાં ઢોળાવને સમથળ કરીને ત્યાં ૧૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતી ચાર મોટી ટાંકીને છૂપી રીતે મૂકી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. નવાઈની વાત એ છે કે મુંબઈ મહાનગરપાલિકાએ આ ટાંકી માટે મુંબઈ મહાનગરપાલિકાએ આ ટાંકી લેવા માટે પાણીનું કનેકશન કેવી રીતે આપ્યું હતું.
રાજકીય નેતાના નિવાસસ્થાન ધરાવતા વૈન ગંગા ઈમારતને આ ટાંકીમાંથી પાણી પૂરું પડાય છે. આ ટાંકીને આપેલું નળનું જોડાણ અધિકૃત છે કે અનધિકૃત તેની શોધ પાલિકા દ્વારા શરૂ કરાયું છે. માત્ર આસપાસના પરિસરમાં ઓછું પાણી મળે છે ત્યારે આ એક જ ઈમારતના રહેવાસીઓ પર આટલી મહેરબાની કેમ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
વરલી ખાતે સર પોચખાનવાલા રોડ પર એક સમયે પોલીસની વસાહત હતી. પણ સાધારણ પણે વર્ષ ૧૯૮૫- ૯૦માં દરમિયાન આ જગાએ વરલી સાગર કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી ઊભી કરાઈ હતી. આ સોસાયટીમાં વૈનગંગા, પૂર્ણા, ગોદાવરી, ભીમા, કૃષ્ણા, વૈતરણા એવી ઈમારત ઊભી કરાઈ હતી. અહીં રાજકારણ અને અન્ય ક્ષેત્રના નામાંકીત લોકોના નિવાસસ્થાન છે.
વરલી પરિસરમાં દરરોજ સાંજે ૬.૩૦થી રાત્રે ૧૦.૪૫ વાગ્યા સુધી પાણી પુરવઠો કરાય છે. ગત રવિવારે સાંજે ડો. એની બેસન્ટ માર્ગ પાણી વહી જાવું બાબતે પાલિકાની 'જી/દક્ષિણ' વોર્ડની કચેરીમાં ફરિયાદ આવી હતી. ફરિયાદ મળતાં પાલિકાના અધિકારીએ ઘટનાસ્થળે આવીને પ્રાથમિક તપાસમાં પાણીની પાઈપ લાઈનમાંથી પાણીનું ગળતર હશે.
અનુમાન કરાયું હતું. બીજા દિવસે ફરી તપાસ કરતાં ડુંગર પરથી ચાર ટાંકી ૧૦ હજાર લીટર ક્ષમતાવાળી મળી આવી હતી. આ ટાંકીમાંથી પાણીનું ગળતર હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ટાંકી સાથે કરેલા જોડાણનો છેડો વૈનગંગા ઈમારતને જોડેલો હતો. આ જોઈને પાલિકાના અધિકારી- કર્મચારીઓ અંચબામાં પડી ગયા હતા. હવે આ મામલે પાલિકાનો જી/દક્ષિણ વિભાગ તપાસ કરીને અહેવાલ રજૂ કરશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VMLv7R
via Latest Gujarati News
0 Comments