બાળાસાહેબ ઠાકરેની હત્યા અને માતોશ્રીને બોમ્બથી ઉડાવવાના કાવતરાની જાણ પવારે ઉધ્ધવને કરી હતી


(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 9 મે 2019, ગુરુવાર

મહારાષ્ટ્રના માજી મુખ્યપ્રધાન, એક જમાનાના શિવસેનાના તેજ તર્રાર નેતા અને શિવસેના, કોંગ્રેસ એવી સફર કરીને પોતાની મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટી બનાવનાર નારાયણ નાતૂ રાણેની 'નાહોલ્ડસ બાર્ડ' આ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવતી ઓટોબાયોગ્રાફી વિમોચન પહેલાં જ ધડાકા કરતી દેખાય છે. ઓટોબાયોગ્રાફીના નિવેદનમાં રાણેએ લખ્યું છે કે, માતોશ્રી બંગલો બોમ્બથી ઉડાવવામાં આવવાનો છે.

બાળાસાહેબ ઠાકરેની હત્યાનું કાવતરું ઘડાયું છે અને એમાં અંદરનો જ કોઈ વ્યક્તિ સામિલ છે. મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યપ્રધાન શરદ પવારએ બાળાસાહેબના સુપુત્ર ઉધ્ધવ ઠાકરેને વ્યક્તિગતરૂપે બોલાવીને આ વાતની જાણકારી આપી અને ત્યારબાદ ઉધ્ધવે આ વાતની જાણ કરતા જ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે પરિવાર સાથે માતોશ્રી છોડીને લોનાવલા જતા રહ્યા હોવાની વાત નારાયણ રાણેએ 'નાહોલ્ડસ બાર્ડ'ના નિવેદનમાં લખી છે.

૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના- ભાજપા યુતિ સત્તામાં આવી શકી નહીં અને ત્યારે કોંગ્રેસની વહિવટ આવી. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ સરકાર ઉપર ભરોસો રાખ્યા વગર પોતાની સુરક્ષા તૈનાત કરી. ત્યારે અચાનક ત્યારના મુખ્યપ્રધાન શરદ પવારે ઉધ્ધવ ઠાકરેને બોલાવી લીધા. ઉધ્ધવને ફોન કરીને એકલાને જ બોલાવ્યા હતા. ઉધ્ધવ ત્યારે આશરે ૨૮ વર્ષની ઉંમરના હતા. ટુંક સમય પહેલાં જ ઉધ્ધવ- રશ્મીના લગ્ન થયા હતા. તેઓ શરૂઆતમાં ત્યારે રાજકારણમાં રૂચિ રાખતા ના હતા. પણ શરદ પવારના આમંત્રણ બાદ તેઓ તેમને મળવા ગયા.

શરદ પવારએ ઉધ્ધવને કહ્યું કે, માતોશ્રી બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે એ કાવતરામાં માતોશ્રીમાં અવરજવર કરવામાં કોઈ સામિલ છે. આથી ચિંતાનું વાતાવરણ છે. રાજ્યનું પોલીસ દળ અને ગૃહવિભાગ ઉપર ભરોસો રખાય નહીં એવી પરિસ્થિતિ હોવાથી અને બોમ્બનો ધડાકો કરવાવાળા બે શખ્સ મુંબઈમાં આવી પહોંચ્યા હોવાથી શરદ પવારના વિનંતી ઉપરથી માતોશ્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.

પણ ઉધ્ધવ ઠાકરેએ આ વાતની જાણ કરતા શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે એમના પત્ની મીનાતાઈએ માતોશ્રી ઉપરથી ઠાકરે પરિવારને બહાર જવાનું નિશ્ચિત કર્યું અને બાળાસાહેબ, મીનાતાઈ અને ચેપાસિંગ વાળા મિત્સુબિશી મોટરથી છેક બોલાવવા પહોંચ્યા. ત્યાં બે બંગલા લેવામાં આવ્યા એક બંગલોમાં બાળાસાહેબનો પરિવાર અને બીજા બંગલોમાં બીજા સિક્યોરિટીવાળાઓ સાથે હતા.

 નારાયણ રાણેએ આપણે પોતે પણ ત્યાં સુરક્ષા માટે હોવાનું લખ્યું છે. મારી અને બાળાસાહેબની વાત થઈ અને મેં બધી સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત હોવાથી ખાતરી આપી ત્યારે જ બાળાસાહેબ ચેનથી સૂતા હતા એવું પણ લખ્યું છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LBqeKi
via Latest Gujarati News

Post a Comment

0 Comments