ઝાકીર નાયકની આવક શુન્ય છતાં બેંક ખાતામાં રૂ. ૪૯ કરોડ ટ્રાન્સફર કર્યા


(પીટીઆઇ) મુંબઇ, તા. 9 મે, 2019, ગુરૂવાર

મની લોન્ડરિંગના આરોપી વિવાદાસ્પદ ઇસ્લામી ઉપદેશક ડો. ઝાકીર નાયકે તેમની આવકના કોઇ જ જાણીતા સ્ત્રોત વિના જ રૃપિયા ૪૯ કરોડ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, એમ નાયક સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઇડી દ્વારા દાવો કરાયો હતો.

હાલ મલેશિયામાં રહેતા ડોકટર ઝાકીર નાયક સામે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટ દ્વારા કરાયેલી ચાર્જશીટની જજએમ.એસ.આઝમીએ નોંધ લીધી હતી.

'ઇસ્લામી શિક્ષણ માટે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરનાર ઝાકીર નાયક પાસે તેમની આવકનો ોકઇ જ જાણીતો સ્ત્રોત નથી. તેઓ કોઇ વેપાર કરતા નથી કે ક્યાં નોકરી પણ કરતાં નથી. આવી સ્થિતિમાં પણ તેમણે રૃપિયા ૪૯.૨૦ કરોડ ભારતીય બેંકમાં ટ્રાન્સફર કર્યા હતા'એમ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું.

ઇડીએ દાવો કર્યો હતો કે તેમના ખાતામાં કુલ રૃપિયા ૧૯૩.૦૬ કરોડનો વ્યવહાર થયો હતો.નાણાકીય બાબતોની તપાસ કરતી એજન્સીએ કહ્યું હતું કે આતંકવાદ વિરોધી ધારાનો પણ સામનો કરી રહેલા ડો.નાયકે આ ફંડથી મુંબઇ અને પુણેમાં નજીકના સબંધીઓના નામે મિલ્કતો ખરીદી હતી.

ટીવી પર ઉપદેશો આપવા માટે જાણીતા બનેલા નાયકે તેમની કંપની હાર્મોની મીડિયાના બેંક ખાતામાં પણ કેટલીક રકમ ટ્રાન્સફર કરી હતી. આ કંપનીના માલિક તેઓ અને તેમના પરિવારજનો જ છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ અત્યાર સુધી નાયકના બે સાથીદારોની ધરપકડ કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hgr75p
via Latest Gujarati News

Post a Comment

0 Comments