કેનેડાના ભાગેડુને ફેસબુક પર 'પાછો નહીં આવું' લખવું ભારે પડયું, અંતે પકડાઇ ગયો


ઓટ્ટાવા, તા.16 મે, 2019, ગુરૂવાર

કેનેડાના મોસ્ટ વોન્ટેડ યાદીમાં સ્થાન મેળવનાર ગુનેગારે તેના કેસનું પ્રસારણ કરનાર ટીવી ચેનલને ફેસબુક મારફતે પોતે ક્યા રહે છે તે વાત કહેતા પોલીસ તેના બારણે પહોંચી ગઇ હતી અને તેને પકડી લીધો હતો.

કેનેડાના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ ૨૭ વર્ષના જેસી ડીન કોવાલચકે ફેસબુકમાં મેસેજ મૂકતાં ધરપકડ શક્ય બની હતી. ૨૦૧૫માં જેસી એ કોલંબિયા પ્રાંતમાં અલગ અલગ ત્રણ મોટા  અપરાધ કર્યા હતા.

ટીવી સ્ટેશન સીએફજેસીની વેબસાઇટ પર  એણે પોતાનો ફોટો જોતા ફેસબુક મારફતે સમાચાર સંપાદકને ટોણો માર્યા હતો  અને કહ્યું હતું કે પોતે  હાલમાં પાડોશી રાજ્ય આલ્બર્ટાના પાટનગરમાં રહે છે.

'ન્યુઝ ફલેશ દેખાડનારાઓ, સાંભળી લો હાલમાં હું એડમોન્ટનમાં છું અને પાછો આવવાનો નથી'એમ કોવાલચકે લખ્યું હોવાનું  સ્ટેશને કહ્યું હતું. પોલીસને તરત જ તેના રહેઠાણની માહિતી આપવામાં આવી હતી. પરિણામે પોલીસે એડમોન્ટન જઇ ત્યાં જઇ તેની ધરપકડ કરી હતી જ્યાં એ છેલ્લા ત્રણ વર્ષથી રહે છે.

' અમને ખૂબ આનંદ છે કે એણે જ સંદેશો લખી અમને સલાહ આપી કે હું આલ્બર્ટામાં રહું છે. અમે તરત જ આલ્બર્ટા પોલીસને તેની જાણ કરી હતી અને તેને પકડીને અહીં લઇ આવ્યા હતા'એમ ફેડરલ પોલીસના કોર્પોરેલ જોડી શેલ્કીએ રાષ્ટ્રીય ચેનલ સીબીસીને કહ્યું હતું.' ક્યારેક તો તમારે તમારા કર્મોના ફળ ચાખવા જ હતા અને તમે ત્યાં છો તે મહત્ત્વનું નથી. મોડુ કે વહેલું પોલીસ તમને શોધી જ લેશે'એમ તેમણે મંગળવારે કહ્યું હતું.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VqjDSE
via Latest Gujarati News

Post a Comment

0 Comments