મુંબઈ, તા. 16 મે, 2019, ગુરુવાર
દેશમાં આ વર્ષે ચોમાસુ મોડું પડશે પરંતુ સામાન્ય સરેરાશના ૯૬ ટકા જેટલો વરસાદ પડવાની ભારતીય વેધશાળાની આગાહી તથા કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારની રચના થવાની શકયતામાં થયેલા વધારાને કારણે શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસ આજે દિવસ દરમિયાન વોલેટાઈલ રહ્યા બાદ છેવટે ઊંચા બંધ થયા હતા. એપ્રિલની વેપાર ખાધ વધીને આવી હોવાના અહેવાલને બજારે ડિસ્કાઉન્ટ કર્યો હતો. સટ્ટાબજારમાં પણ મોદી સરકારની ચર્ચા ચાલી રહી છે. ચોમાસુ સારુ રહેશે તો દેશનો આર્થિક વિકાસ દર ઊંચો જળવાઈ રહેવાની બજારને આશા છે. અમેરિકા-ચીન મડાગાંઠ ઉકેલાઈ નથી, આમ છતાં બે દેશોની લડાઈ વચ્ચે ભારતને લાભ થવાનું ગણિત મુકાઈ રહ્યું છે. બીએસઈ સેન્સેકસ ૨૭૮.૬૦ પોઈન્ટ વધીને ૩૭૩૯૩.૪૮ જ્યા રે એનએસઈ નિફટી-૫૦ ઈન્ડેકસ ૧૦૦.૧૦ પોઈન્ટ વધી ૧૧૨૫૭.૧૦ બંધ રહ્યો હતો. ઈન્ટ્રાડેમાં સેન્સેકસ ઉપરમાં ૩૭૫૧૮.૯૪ અને નીચામાં ૩૭૦૫૨.૩૦ જોવા મળ્યો હતો. નિફટી ૫૦ ઈન્ટ્રાડેમાં ઉપરમાં ૧૧૨૮૧.૫૫ અને નીચામાં ૧૧૧૪૩.૫૫ જોવાયો હતો. ઈન્ડેકસમાં સુધારો છતાં માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. બીએસઈ પર ૧૧૬૪ શેર વધ્યા હતા જ્યારે ૧૩૧૫ ઘટયા હતા.
ચોમાસુ સારુ રહેવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે જાણીતા ઓટો શેરોમાં આકર્ષણ : ટાટા મોટર્સ,બજાજ ઓટો વધ્યા
૨૦૧૯ના વર્ષનું નૈઋત્યનું ચોમાસું મોડું બેસશે પરંતુ વરસાદનું પ્રમાણ સામાન્ય સરેરાશના ૯૬ ટકા રહેવાની ધારણાં વ્યકત કરાયા બાદ જાણીતા ઓટો શેરોમાં રોકાણકારોની લેવાલી વચ્ચે સુધારો જોવાયો હતો. ટાટા મોટર્સ રૂપિયા ૫.૯૦ વધીને રૂપિયા ૧૭૫.૫૦ બંધ રહ્યો હતો. આઈશર મોટર્સ રૂપિયા ૩૮૯.૯૦ વધીને રૂપિયા ૨૦૩૧૨.૦૦, અશોક લેલેન્ડ રૂપિયા ૦૦.૯૦ વધી રૂપિયા ૮૨.૮૦, બજાજ ઓટો રૂપિયા ૨૮.૨૦ વધી રૂપિયા ૨૯૪૪.૬૫, હીરો મોટો કોર્પ રૂપિયા ૧૯.૯૦ વધી રૂપિયા ૨૫૧૬.૩૦ બંધ રહ્યો હતો. ટીવીએસ મોટર રૂપિયા ૦૦.૧૦ વધી રૂપિયા ૪૬૩.૨૦ બંધ રહ્યો હતો. ઉત્પાદન પર સતત કાપ મૂકવા નિર્ણય બાદ મારૂતી સુઝુકીનો શેર દબાણ હેઠળ રહ્યો છે. શેરભાવ રૂપિયા ૬.૫૦ ઘટી રૂપિયા ૬૪૭૮.૪૫ બંધ રહ્યો હતો. એકસાઈડ ઈન્ડ. રૂપિયા ૦૦.૪૦ ઘટી રૂપિયા ૨૦૫.૪૫ બંધ રહ્યો હતો.
વર્તમાન નાણાં વર્ષના અંતે બેન્કોની એનપીએમાં ઘટાડો ાૃથવાના આશાવાદે રોકાણકારોની લેવાલીાૃથી બેન્ક શેરોમાં સુાૃધારો
વર્તમાન નાણાં વર્ષના અંતે બેન્કોની એનપીએમાં ઘટાડો થવાની બજારમાં ધારણાં રખાઈ રહી છે. આ ઉપરાંત કેન્દ્રમાં ફરી પાછી એનડીએની સરકારની રચના થશે તો બેન્કિંગ ક્ષેત્રે સુધારા આગળ ધપશે એવી ધારણાંએ પસંદગીના બેન્ક શેરોમાં રોકાણકારોની લેવાલી નીકળી હતી. બેન્ક ઓફ બરોડા રૂપિયા ૧.૯૦ વધી રૂપિયા ૧૦૯.૬૦ બંધ રહ્યો હતો. એકસિઝ બેન્ક રૂપિયા ૧૧.૦૦ વધી રૂપિયા ૭૩૨.૨૫ બંધ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેન્ક રૂપિયા ૪.૭૫ વધી રૂપિયા ૩૮૧.૮૦, કોટક મહિન્દ્રા રૂપિયા ૧૭.૧૦ વધી રૂપિયા ૧૪૧૩.૮૫, એસબીઆઈ રૂપિયા ૩.૬૦ વધી રૂપિયા ૩૧૫.૨૦ બંધ રહ્યો હતો. એચડીએફસી બેન્ક આવતા સપ્તાહની બોર્ડ બેઠક પહેલા રૂપિયા ૨૪.૯૦ વધી રૂપિયા ૨૩૧૩.૮૦ બંધ રહ્યો હતો. બેન્કની બોર્ડ મીટિંગ ૨૨મી મેના રોજ મળી રહી છે. પીએનબી રૂપિયા ૦.૯૫ ઘટી રૂપિયા ૮૧.૧૫, ચોથા ત્રિમાસિક ગાળાના નબળા પરિણામોને પગલે યસ બેન્ક રૂપિયા ૫.૮૫ ઘટી રૂપિયા ૧૩૭.૮૦ બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક રૂપિયા ૧૮.૯૦ ઘટી રૂપિયા ૧૩૫૯.૨૦ બંધ રહ્યો હતો.
અમેરિકા - ચીન ટ્રેડ વોરનો દેશના સ્ટીલ ઉદ્યોગને લાભ ાૃથવાની ગણતરીએ ઈન્વેસ્ટરોની લેવાલીાૃથી મેટલ શેરોમાં ચમકારો
અમેરિકા તથા ચીન વચ્ચેની ટ્રેડ વોરને કારણે ભારતના મેટલ ઉદ્યોગને લાભ થવાની ધારણાં રખાઈ રહી છે. ગયા નાણાં વર્ષમાં નેટ આયાતકાર રહ્યા બાદ ભારત આ વર્ષ સ્ટીલનો ફરી નેટ નિકાસકાર દેશ બની રહેશે એવી અપેક્ષા રખાઈ રહી છે. બીએસઈ પર સેઈલ રૂપિયા ૧.૬૫ વધી રૂપિયા ૪૭.૮૫ બંધ રહ્યો હતો. જેએસડબ્લ્યુ સ્ટીલ રૂપિયા ૮.૭૦ વધી રૂપિયા ૨૭૭.૨૦ રહ્યો હતો. કંપનીની એજીએમ ૨૧મી મેના રોજ નિર્ધારી છે. વેદાંતા રૂપિયા ૩.૫૫ વધી રૂપિયા ૧૬૩.૧૫, નેલ્કો રૂપિયા ૧.૦૦ વધી રૂપિયા ૪૮.૮૦, હિન્દોલકો રૂપિયા ૩.૮૦ વધી રૂપિયા ૧૯૪.૬૫, જિંદાલ સ્ટીલ રૂપિયા ૨.૬૫ વધી રૂપિયા ૧૫૭.૯૫ બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ રૂપિયા ૬.૦૫ વધી રૂપિયા ૪૬૯.૨૫ બંધ રહ્યો હતો.
ભાવમાં કિાૃથત ગેરરીતિની અમેરિકા દ્વારા તપાસને પગલે ફાર્મા શેરો દબાણ હેઠળ: ડો. રેડ્ડીઝ, સિપ્લા, કેડિલા ઘટયા
ભારતની કેટલીક ફાર્મા કંપનીઓ દ્વારા ભાવમાં ગેરરીતિ આચરાતી હોવાના આક્ષેપ સાથે અમેરિકાના વહીવટીતંત્ર દ્વારા લાલ આંખ કરાઈ રહી હોવાના અહેવાલ વચ્ચે ફાર્મા શેરોમાં વેચવાલીથી ભાવ દબાયા હતા. ડો. રેડ્ડીઝ લેબ્સ રૂપિયા ૧૨.૫૫ ઘટી રૂપિયા ૨૮૦૧.૦૦ બંધ રહ્યો હતો. સિપ્લા રૂપિયા ૫.૫૦ ઘટી રૂપિયા ૫૫૦.૨૦, કેડિલા હેલ્થ રૂપિયા ૨.૭૫ ઘટી રૂપિયા ૨૫૭.૭૦,. ગ્લેનમાર્ક રૂપિયા ૧૨.૨૫ ઘટી રૂપિયા ૫૭૬.૨૦ બંધ રહ્યા હતા. બુધવારે ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ બાદ લ્યુપિન આજે ઈન્ટ્રાડેમાં ૬ ટકા જેટલો તૂટીને બાદમાં સુધરીને એનએસઈ પર રૂપિયા ૭૮૨.૬૦ બંધ રહ્યો હતો. ભાવમાં ગેરરીતિના આક્ષેપને લ્યુપિને નકારી કાઢયા છે અને અમેરિકામાં એન્ટીટ્રસ્ટ લોસ્યૂટ સામે પોતાનો બચાવ કરશે એવી જાહેરાત કરી છે.
રૂપિયામાં સાાૃધારણ મજબૂતાઈ વચ્ચે આઈટી શેરોમાં લેવાલી: ઈન્ફોસિઝ, વિપ્રો, ટીસીએસ, એચસીએલ ટેક, માઈન્ડટ્રી ઉછળ્યા
ડોલર સામે રૂપિયામાં સુધારાની અસરરૂપે આઈટી શેરોમાં રોકાણકારોની લેવાલીથી ભાવ ઊંચકાયા હતા. એનએસઈ પર ઈન્ફોસિઝ રૂપિયા ૧૭.૦૦ વધી રૂપિયા ૭૩૩.૧૦, વિપ્રો રૂપિયા ૨.૩૫ વધી રૂપિયા ૨૮૫.૩૫, ટીસીએસ રૂપિયા ૧૩.૩૫ વધી રૂપિયા ૨૧૦૮.૭૫ બંધ રહ્યો હતો. એઆઈ તથા ઓટોમેશન સાથે પ્રોડકટ એસ્યૂરન્સ પ્રોસેસ વધારવા ટીસીએસ દ્વારા જુનિપેર નેટવર્કસ' સાથે ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી. એચસીએલ ટેક રૂપિયા ૪.૮૦ વધી રૂપિયા ૧૦૭૨.૨૫, માઈન્ડટ્રી રૂપિયા ૩.૩૦ વધી રૂપિયા ૯૮૦.૩૫ બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા રૂપિયા ૦૦.૯૫ ઘટી રૂપિયા ૭૮૯.૩૫ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં મિશ્ર પ્રવાહ: ટાટા ગ્લોબલ, બ્રિટાનિયા, એચયુએલ, ગ્લેકસોસ્મિાૃથ, જ્યુબિલન્ટ ફૂડ વધ્યા
રોકાણકારોની લેવાલીને પગલે ટાટા ગ્લોબલ બેવ રૂપિયા ૨૧.૫૫ ઉછળીને એનએસઈ પર રૂપિયા ૨૨૦.૮૦ બંધ રહ્યો હતો. બ્રિટાનિયા રૂપિયા ૨૮.૪૫ વધી રૂપિયા ૨૭૧૬.૨૦, એચયુએલ રૂપિયા ૧૭.૧૫ વધી રૂપિયા ૧૬૮૮.૨૦, ગ્લેકસોસ્મિથ કોન. રૂપિયા ૫૮.૬૦ વધી રૂપિયા ૭૦૮૯.૬૦ બંધ રહ્યો હતો. યુનાઈટેડ બુ્રઅરિઝ રૂપિયા ૨.૪૦ ઘટી રૂપિયા ૧૩૪૯.૫૦, ગોદરેજ કન્ઝયૂમર રૂપિયા ૨.૮૦ ઘટી રૂપિયા ૬૩૮.૧૫, ડાબર ઈન્ડિયા રૂપિયા ૨.૫૦ ઘટી રૂપિયા ૩૬૧.૦૫, આઈટીસી રૂપિયા ૨.૩૦ ઘટી રૂપિયા ૨૯૪.૭૫, ગોદરેજ ઈન્ડ. રૂપિયા ૫.૪૦ ઘટી રૂપિયા ૪૪૦.૧૫ બંધ રહ્યો હતો.
હેવીવેઈટ શેરોમાં બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, લારસન, રિલાયન્સમાં કરન્ટ જ્યારે ભારતી એરટેલ, એશિયન પેઈન્ટસ નરમ
નાણાં વર્ષ ૨૦૧૯ના ચોથા ત્રિમાસિક ગાળાના પ્રોત્સાહક પરિણામોને પગલે બજાજ ફાઈનાન્સ રૂપિયા ૧૦૯.૨૫ વધી રૂપિયા ૩૧૧૧.૮૦ બંધ રહ્યો હતો. કંપનીના નેટ પ્રોફિટમાં ૫૭.૩૨ ટકાની વૃદ્ધિ જોવાઈ છે. ઓએનજીસી રૂપિયા ૩.૨૫ વધી રૂપિયા ૧૬૫.૯૦ બંધ રહ્યો હતો. એનટીપીસી રૂપિયા ૨.૦૦ સુધરી રૂપિયા ૧૨૫.૮૫, લારસન રૂપિયા ૧૧.૦૦ વધી રૂપિયા ૧૩૩૬.૯૦, રિલાયન્સ રૂપિયા ૬.૮૦ વધી રૂપિયા ૧૨૬૪.૦૫ બંધ રહ્યો હતો. એચડીએફસી રૂપિયા ૫.૦૦ ઘટી રૂપિયા ૧૯૩૯.૬૫, કોલ ઈન્ડિયા રૂપિયા ૩.૦૫ ઘટી રૂપિયા ૨૩૨.૫૫ બંધ રહ્યો હતો. ભારતી એરટેલ રૂપિયા ૫.૫૫ ઘટી રૂપિયા ૩૨૫.૪૫ બંધ રહ્યો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HusoGh
via Latest Gujarati News
0 Comments