લોસ એંજલ્સ તા.18 મે 2019 શનિવાર
દુનિયાભરના એક્શન ફિલ્મોના રસિયાઓની માનીતી ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ સિરિઝની નવમી કડીમાં મહિલા સ્ક્રીપ્ટ રાઇટર ફિલ્મ સાથે જોડાતાં ફિલ્મના મહિલા પાત્રને સારું મહત્ત્વ મળશે એવી વાતો વહેતી થઇ હતી. અભિનેત્રી મિશેલી રોડ્રીગ્સ આ ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર ભજવશે.
આમ તો પહેલી કડીથી મિશેલી આ એક્શન સિરિઝ સાથે જોડાયેલી છે પરંતુ એને સતત એમ લાગતું હતું કે મહિલા પાત્રને આ ફિલ્મ સિરિઝમાં જોઇએ એવંુ મહત્ત્વ અપાતું નથી એટલે ૨૦૧૭માં એણે આ સિરિઝમાંથી ખસી જવાની ધમકી ઉચ્ચારી હતી.
એની ધમકીને ગંભીરતાથી લઇને નિર્માતાઓએ એને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં આવું નહીં થાય. હવે સિરિઝની નવમી કડીમાં મહિલા સ્ક્રીપ્ટ રાઇટરની સેવા લેવામાં આવી હતી અને હવે એવી આશા સેવાઇ રહી છે કે મહિલા પાત્રને સારું મહત્ત્વ અને ફૂટેજ મળશે.
લંડનમાં યોજાએલી બ્લૂમબર્ગ ફ્યૂચર ઑફ ઇક્વલિટી સમિટમાં મિશેલી બોલી રહી હતી. એણે કહ્યું કે આ સિરિઝમાં મહિલા પાત્રનો કોઇ મહિમા નથી એવું મને સતત લાગતું હતું એટલે મેં અવાજ ઊઠાવ્યો હતો. સમયના વહેવા સાથે તમારે પણ બદલાતા રહેવું જોઇએ, વિકસતાં રહેવું જોઇએ એવું હું માનતી હતી.
આ સિરિઝની પહેલી પાંચ કડીના ડાયરેક્ટર તરીકે સેવા આપનારી જસ્ટિન લીન નવમી કડીના ડાયરેક્ટર તરીકે પાછી ફરી રહી છે એવું પણ વેરાયટી ડૉટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JQbkNJ
via Latest Gujarati News
0 Comments