-પચીસમી ફિલ્મ ક્રેગની કસોટી કરશે કે શું ?
લોસ એંજલ્સ તા.18 મે 2019 શનિવાર
જગવિખ્યાત બ્રિટિશ એજન્ટ જેમ્સ બોન્ડની પચીસમી ફિલ્મના શૂટિંગમાં હીરો ડેનિયલ ક્રેગને ફરી વાર ઇજા થઇ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
જસ્ટજેરેડ ડૉટ કોમના એક અહેવાલ મુજબ હજુ તો બાર પંદર દિવસ પહેલાં સેટ પર એક સ્ટંટ કરવા જતાં પડી ગયેલા ડેનિયલ ક્રેગને ખભાના જોઇન્ટમાં ઇજા થઇ હતી અને શૂટિંગ મોકૂફ રહ્યું હતું. ત્યારબાદ ક્રેગે હાથમાં ઓર્થોપેડિક ઝોળી પહેરી હોય એવા ફોટોગ્રાફ પણ સોશ્યલ મિડિયા પર જોવા મળ્યા હતા.
હવે જસ્ટજેરેડ ડૉટ કોમના અહેવાલ મુજબ ક્રેગને ફરી ઇજા થઇ હતી. જો કે આ વખતની ઇજાની વિગતો હજુ જાણવા મળી નહોતી. જેમ્સ બોન્ડની આ પચીસમી ફિલ્મ કરવા અગાઉ ક્રેગે પોતે હવે બોન્ડની ફિલ્મ કરવા માગતો નથી એવી જાહેરાત કરી હતી પરંતુ બોન્ડની ફિલ્મના સર્જકોએ એને મનાવી લીધો હતો.
આ ફિલ્મ આવતા વર્ષના એપ્રિલની આઠમીએ રજૂ કરવાની એના સર્જકોની ઇચ્છા છે. છેક ૧૯૫૦ના દાયકાની આખરે જેમ્સ બોન્ડની પહેલી ફિલ્મ ડૉક્ટર નો આવી હતી. ત્યારથી આ ફિલ્મ સિરિઝ કરોડો લોકોને રીઝવતી રહી છે. જેમ્સ બોન્ડનું પાત્ર ભજવતા કલાકારો બદલાયા છે પરંતુ એ પાત્ર કરોડો સિનેરસિકોનું માનીતું બની રહ્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WRj7OS
via Latest Gujarati News
0 Comments