નયે ક્રશ કે લિયે તૈયાર હો રહી હું...

મુંબઇ તા.18 મે 2019 શનિવાર

ફિલ્મ સર્જક પુનિત મલ્હોત્રાની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર-ટુની એક અભિનેત્રી તારા સૂતરિયાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક માદક સંદેશો મૂક્યો હતો.

પોતે દર્પણ સામે જોઇને હોઠ પર લીપસ્ટિક લગાડી રહી છે એવો ફોટોગ્રાફ આ સંદેશા સાથે મૂકીને તારાએ લખ્યું હતું કે હું મારા નવા ક્રશ માટે તૈયાર થઇ રહી છું...

તારાની ડેબ્યુ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર-ટુને જો કે ઓરિજિનલ ફિલ્મ જેવી સફળતા મળી નથી. આ સિક્વલ ટિકિટબારી પર ધાર્યો બિઝનેસ મેળવી શકી નથી. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે તારા સૂતરિયા અને અનન્યા પાંડે ચમકી છે. મૂળ ફિલ્મના ડાયરેક્ટર કરણ જોહર પોતે હતા અને એ ફિલ્મ હિટ સાબિત થઇ હતી.

તારા સૂતરિયા માટે કહેવાય છે કે એ  સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે. જો કે તારા કે સિદ્ધાર્થ બંનેમાંથી કોઇએ જાહેરમાં આ વાત સ્વીકારી નથી. તારાએ રહસ્ય અકબંધ રાખતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે મૈં નયે ક્રશ કે લિયે તૈયાર હો રહી હું...




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ei7zgF
via Latest Gujarati News

Post a Comment

0 Comments