મુંબઇ તા.18 મે 2019 શનિવાર
આવરદાના નવમા દાયકામાં પણ સક્રિય સિનિયર ગાયિકા આશા ભોંસલેેએ તાજેતરમાં રાખી સાવંત માટે એક આઇટમ સોંગ ગાયું હોવાની જાણકારી મળી હતી.
આ ગીત પર રાખી સાવંત ડાન્સ કરવાની છે. આ ગીતની વધુ માહિતી આપતાં પ્રવક્તાએ કહ્યું કે રાખી કશ્મીરી યુવાનોને જિહાદી આતંકવાદ તરફ દોરી જતી પાકિસ્તાની યુવતીનો રોલ કરે છે. આ યુવતી નૌટંકીની ડાન્સર છે અને કશ્મીરી યુવાનોને પોતાની તરફ આકર્ષીને આતંકવાદી બનાવવાનું કામ કરે છે.
આશાજીએ માત્ર એક કલાકમાં ગીત રેકોર્ડ કર્યું હતું. આ ગીતમાં હિન્દી ઉપરાંત થોડી ઊર્દૂ, થોડી અરબી અને થોડી ફારસી ભાષાનો પ્રયો ગ કરવામાં આવ્યો છે.
રાખીએ સોશ્યલ મિડિયા પર આશા ભોંસલે સાથેનો પોતાનો એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો અને આ ગીતની વાત કરી હતી. આ ગીત ફિલ્મ કશ્મીર ધારા ૩૭૦ માટે રેકોર્ડ કરવામાં આવ્યું હતું. અન્ય એક ફોટોગ્રાફમાં રાખી પોતે પાકિસ્તાની રાષ્ટ્ર ધ્વજ પોતાની છાતી સાથે લગાડીને બેઠી છે એવું જોઇ શકાતું હતું. આ ફિલ્મના ડાયરેક્ટર રાકેશ સાવંત છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2w7u43a
via Latest Gujarati News
0 Comments