ચારા કૌભાંડના પાંચમા અને છઠ્ઠા કેસની સુનાવણી શરૂ થતાં લાલુ મુશ્કેલીમાં


પટણા, તા. 28 મે, 2019, મંગળવાર

જેલમાં બંધ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ યાદવના પક્ષને જ્યાં તાજેતરની ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરવો પડયો છે ત્યારે આવનારા દિવસો પણ લાલુ યાદવની મુશ્કેલી વધશે. 

૯૫૦ કરોડ રૂપિયાના ચાર કૌૈભાંડના ચાર કેસોમાં લાલુ યાદવને સજા ફટકારવામાં આવી છેજ્યારે પાંચમા અને અંતિમ  કેસની સુનાવણી હજુ પણ ચાલી રહી છે. આ કેસ ૧૩૯ કરોડ રૂપિયાના કૌભાંડ સાથે સંકળાયેલો છે. જે રાંચીની ડોરંડા ટ્રેઝરીમાં થયો હતો. 

આ કેસ ૧૯૯૬માં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૮૦ લોકોને આરોપી બનાવી તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જો કે હવે ફક્ત ૧૧૬ આરોપી જ વર્તમાન ટ્રાયલનોે સામનો કરી રહ્યાં છે. જયારે બાકીના ૬૨ આરોપીઓનું ટ્રાયલ દરમિયાન મોત થયું છે. 

આ અગાઉ સ્પેશિયલ સીબીઆઇ જજ પ્રદીપકુમારે આ કેસની આગામી સુનાવણી ૨૭ મેથી શરૂ કરવા જણાવ્યું હતું. આ સુનાવણી દરમિયાન ક્રિમિનલ પ્રોસિજરની કલમ ૩૧૩ હેઠળ આરોપીઓના નિવેદન નોંધવામાં આવશે. લાલુ યાદવના વકીલ પ્રભાતકુમારે જણાવ્યું છે કે કોર્ટ એક દિવસમાં ચાર આરોપીઓના નિવેદન નોંધશે. સોમવારે જજ અન્ય કેટલાક કાર્યોને કારણે જજ નિવેદન નોેંધી ન શક્યા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ED2D64
via Latest Gujarati News

Post a Comment

0 Comments