
મુંબઇ, તા. 13 મે 2019, સોમવાર
છેલ્લા થોડા વખત શાંતિ રહ્યા બાદ પાલઘર જિલ્લામાં શનિવારે મધરાત બાદ ફરી ધરતીકંપના આંચકા શરૂ થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
પાલઘર જિલ્લાના દહાણુ અનમે તલાસરી તાલુકામાં શનિવારે મધરાત બાદ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યાર પછી રવિવારે સવારે ૭.૪૨ વાગ્યાથી ભૂકંપના લગભગ છ હળવા અને મધ્યમ તીવ્રતાના આંચકા અનુભવ્યા હતા. ૭.૪૨ કલાકે રિક્ટર સ્કેલ ઉપર ૨.૬ની તીવ્રતાના ભૂકંપની નોંધ થઇ હતી. ત્યાર પછીના આંચકાની તીવ્રતા નોંધાઇ ન હોવાનું જણાવાયું હતું.
દહાણુ અને તલાસરી તાલુકામાં અત્યાર સુધીમાં ૪.૩, ૪.૪, ૪.૬ની તીવ્રતાના ભૂકંપની રિક્ટર સ્કેલ પર નોંધ થઇ છે. દહાણુ વિસ્તારમાં દિલ્હીના હવામાન ખાતા તરફથી ત્રણ અને હૈદરાબાદના સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર તરફથી છ એમ કુલ નવ ભૂકંપમાપક યંત્રો ગોઠવવામાં આવ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jh4129
via Latest Gujarati News
0 Comments