ઉનાળામાં કાકડી ખાવાથી ચહેરાની ત્વચા થશે બેદાગ, જાણો અન્ય લાભ વિશે


અમદાવાદ, 15  મે 2019, બુધવાર

કાકડી ફાઈબર્સ અને પાણી પુરું પાડે છે. કાકડીમાં આયોડીન પણ પૂરતા પ્રમાણમાં હોય છે જેનાથી અનેક રોગ સામે રક્ષણ થાય છે. કાકડી સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે રોગનાશક પણ છે. આયુર્વેદ અનુસાર ગરમીના દિવસોમાં કાકડી ત્વચાને સુંદર બનાવવા ઉપરાંત શરીરમાંથી પિત્તને દૂર કરે છે. કાકડીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ તેમજ મેગ્નેનિશયમ હોય છે. તેનું સેવન નિયમિત કરવાથી ડિહાઈડ્રેશન થતું નથી. 

ઉનાળામાં કાકડીને સલાડ તરીકે અથવા તો રાયતું બનાવી તેનું સેવન કરવું જોઈએ. રોજ કાકડી ખાવાથી ઉનાળામાં ગરમી લાગતી નથી. આ ઉપરાંત કાકડી ખાવાથી પાણીની તરસ પણ છીપાય છે. કાકડીનો જ્યૂસ બનાવી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે. 

કાકડીમાં પોટેશિયમ હોય છે જે હાઈ બીપીના રોગી માટે ફાયદાકારક હોય છે. કાકડીનું સેવન કરવાથી શુગરનું સ્તર કંટ્રોલમાં રહે છે. 

કાકડીનો રસ કાઢી તેને ચહેરા, હાથ, ગરદન પર લગાવવાથી ત્વચા સુંદર અને બેદાગ બને છે. કાકડીનો માસ્ક નિયમિત લગાવવાથી ચહેરા પરની ટેનિંગ દૂર થાય છે. 

જેને વારંવાર ભુખ લાગતી હોય તેમણે ઉનાળામાં કાકડી ખાવી જોઈએ. કાકડીમાં કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે તેથી તેને વારંવાર ખાવાથી પણ વજન વધશે નહીં.

કાકડીના રસમાં સાકર ઉમેરી પીવાથી મૂત્રમાર્ગની સમસ્યાઓ દૂર થાય છે. જેમને પથરી હોય અને વારંવાર દુખાવો થતો હોય તેમણે આ જ્યૂસ ખાસ પીવો.

કાકડીનું સેવન વાળને પણ લાભ કરે છે. તેમાં સિલિકોન અને સલ્ફર હોય છે જે વાળની લંબાઈ વધારે છે. કાકડી સાથે તમે ગાજર અને પાલકનો પણ ઉપયોગ કરી શકો છે. 

ગરમીમાં પાચનક્રિયા બરાબર થતી ન હોય તો કાકડી બેસ્ટ ઈલાજ છે. કાકડી પેટના પિત્ત સહિતની તમામ સમસ્યા દૂર કરે છે. પેટની કબજિયાત, એસીડિટી, ગેસ, છાતીમાં બળતરા જેવી તકલીફો કાકડીનું સેવન કરવાથી દૂર થાય છે. 




from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30mp7S8
via Latest Gujarati News

Post a Comment

0 Comments