
નવી દિલ્હી, 15 મે 2019, બુધવાર
15 મેને દર વર્ષે આંતરરાષ્ટ્રીય પરીવાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વભરના દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક માણસના જીવનમાં પરીવારનું ખાસ મહત્વ હોય છે. પરંતુ આધુનિક જીવનશૈલીના કારણે લોકોના જીવનમાં પરીવારની ભૂમિકા બદલી ગઈ છે. મોટાભાગના લોકોના જીવનમાં નકારાત્મક અસરોના કારણે પરીવાર સાથેના સંબંધોમાં ખટાશ પ્રવર્તે છે. માણસના સારા તેમજ ખરાબ બંને પ્રકારના સંબંધોની અસર વ્યક્તિની માનસિકતા પર પણ થાય છે. આજે ઈંટરનેશનલ ફેમિલી ડે નિમિત્તે જાણીએ કે જીવનમાં પરીવારનું મહત્વ શું હોય છે અને તેનાથી કયા લાભ થાય છે.
પરીવારનું મહત્વ
પરીવારના બે પ્રકાર હોય છે, એક સંયુક્ત અને બીજું વિભક્ત. સંયુક્ત કુટુંબમાં માતા પિતા, દાદા દાદી સહીતના લોકો એક સાથે રહેતા હોય છે જ્યારે બીજા પ્રકારના પરીવારમાં માતા પિતા અને તેના સંતાનો જ સાથે રહેતા હોય છે. આપણા દેશમાં પહેલાના સમયમાં સંયુક્ત કુંટુંબ વધારે જોવા મળતા પરંતુ અભ્યાસ, નોકરી તેમજ અન્ય કારણોના કારણે લોકો વિભક્ત કુટુંબમાં રહેવા લાગ્યા. મોટાભાગના લોકો હવે એકલા રહેવા લાગ્યા છે જેના કારણે સંયુક્ત કુંટુંબ ઘટવા લાગ્યા છે. પરંતુ આજે આપણે જાણીએ કે સંયુક્ત કુટુંબ હોવાના ફાયદા કેટલા છે.
પરીવાર સાથે હોવાના લાભ
1. પરીવારના સભ્યોના સાથે હોવાથી વ્યક્તિત્વ વિકાસ ઝડપથી થાય છે.
2. સંયુક્ત કુંટુંબમાં મુશ્કેલ કામ પણ પરીવારના સહયોગથી સરળતાથી થાય છે.
3. પરીવારના સભ્યોનો સહકાર હોવાથી દિવસ ખુશીથી પસાર થાય છે.
4. એકલતા, માનસિક તાણ જેવી સમસ્યા સંયુક્ત કુટુંબમાં થતી નથી.
5. મોટી ભુલનું સમાધાન પણ પરીવારના સભ્યોના સાથથી નીકળે છે.
6. બીમારી, આર્થિક સમસ્યામાં પરીવારનો સાથ મળે છે.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hqc2yx
via Latest Gujarati News
0 Comments